Sunday, November 14, 2021

 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ

માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલીના તા. 29/07/2021ના હુકમ ક્રમાંક નં.શિક્ષ/આયો/રૂમ ડિમોલેશન/વશી/  /07/2021ના અનુસંધાને અત્રેની કન્યાશાળા-બગસરા, તા. બગસરા, જી. અમરેલીના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમો તેમજ અન્ય જોખમી ઇમલાઓને પાડવા માટેની જાહેર હરરાજીની ઉપરોક્ત પ્રક્રિયા માટેની તમામ શરતોનું પાલન કરીને ભાગ લેનાર કોઇપણ ઇસમ કે જે સૌથી વધારે બોલી બોલીને શાળાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમો તથા બીજા નિયત કરેલા ભાગોનો કાટમાળ તથા ઈમલાને પાડી અને જગ્યા ચોખ્ખી કરવાનું કામ રાખશે તેની સાથે નીચે મુજબના કરારો અને શરતો નક્કી કરવામાં આવે છે. જે અનુસંધાને તેમણે નીચેની શરતો સાથેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (સમજૂતી કરારપત્ર) સરકારશ્રીના નિયમો મુજબ તૈયાર કરીને કામ શરૂ કરતાં પહેલા બોલીની રકમ સાથે જ આપવાનું રહેશે.

શરતો

1.       અત્રેની કન્યાશાળા-બગસરાના મકાનના ભોયતળીયાના પ્રથમથીજ નંબર આપેલા રૂમો પૈકી પૂર્વથી પશ્ચિમ દિશાની ઉભી ઓસરીમાં ઉત્તર દિશા તરફ બારણા ધરાવતા રૂમ નંબર 7 થી 14 મુજબના 8 સ્લેબવાળા જર્જરીત રૂમો તેમજ દક્ષીણથી ઉત્તર દિશાની આડી ઓસરીમાં પૂર્વ દિશા તરફ બારણા ધરાવતા રૂમ નંબર 1 થી 6 મુજબના 6 સ્લેબવાળા જર્જરીત રૂમો એમ કુલ 14 સ્લેબવાળા જર્જરીત રૂમો, શાળાના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં આવેલો ટોઇલેટ બ્લોક તથા દક્ષીણથી ઉત્તર દિશાની આડી ઓસરીની બહાર ઓસરીની દિવાલ સાથે જોડાયેલો શાળાના મેદાનમાં આવેલ પ્રોગ્રામ સ્ટેજ સહિતનો કાટમાળ અને ઇમલો આ આગળની તમામ શરતોને આધિન રહીને પાડીને દૂર કરવાનો છે તથા જગ્યા ખુલ્લી કરવાની છે. આ તમામ ઇમલા તથા કાટમાળની અપસેટ કિંમત રૂ.1,94,500/- (એક લાખ ચોરાણું હજાર પાંચસો પુરા) નક્કી કરવામાં આવેલ છે. બોલીની રકમ અપસેટ કિંમત કરતાં વધારે જ હશે. જે રીતે શાળાનો ઇમલો અને કાટમાળ પાડવાનો છે અને જમીન ખુલ્લી કરવાની છે તેની સમજ આપતો નક્શો આ શરતો સાથે સામેલ છે.

2.       જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમની ડીપોઝીટની રકમ શાળાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમો તથા અન્ય જોખમી ઇમલાઓ તથા કાટમાળ દૂર કરવાનું કામ સંપૂર્ણ પણે સંતોષકારક રીતે પુરૂ થયા બાદજ પરત કરવામાં આવશે.

3.       જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમે ઇમલો તથા કાટમાળ પાડવાની કે દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન શાળાના કોઇપણ બાળક, વાલી, શિક્ષક, એસ.એમ.સી. સભ્યો, આચાર્યશ્રી અન્ય શિક્ષણ વિભાગ અને સરકારશ્રીના અધિકારીઓ સાથે કોઇપણ પ્રકારનું અસભ્ય/ગુનાહિત વર્તન કરશે તો તેની ડિપોઝીટ જપ્ત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

4.       હરરાજીની આખરી બોલીની ૧૦૦% રકમ ભરપાઈ થયા બાદ વર્કઓર્ડર મળ્યેથી બોલી મંજુર કરાવનાર ઇસમે તરતજ કલમ-1માં જણાવેલ પાડવાના તમામ રૂમો અને જોખમી ઇમાલાનો તમામ કાટમાળ પાડીને ઉપાડવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાની રહેશે અને કાટમાળ તથા ઇમલો વર્કઓર્ડર મળ્યાથી દિન-45 સુધીમાં ઉપાડી લઇને શાળાની જમીન ખુલ્લી કરી આપવાની રહેશે.

5.       શાળાના કલમ-1માં જણાવેલ પાડવાના તમામ રૂમો અને જોખમી ઇમલાનો તમામ કાટમાળ ઉપાડીને જમીન લેવલે જગ્યા ચોખ્ખી કરી દેવાની રહેશે. કોઇપણ સંજોગોમાં રૂમોના પાયાના પથ્થરો ખોદીને કાઢવાના નથી કે જમીન સ્તરથી નીચે ખોદીને કાઢવાના નથી. તેમજ કોઇપણ પ્રકારના કાટમાળ/રાબીટને શાળાના મેદાનમાં છોડીને જવાનો નથી.

6.       કલમ-1 માં જણાવેલા પાડવાના રૂમો તથા જોખમી ઇમલા પૈકી શાળાની પશ્ચિમ બાજુએ આવેલા એટલેકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ આવેલા રૂમો પૈકી તાલુકાશાળા-બગસરા સાથે મજમુ દિવાલ ધરાવતા રૂમ નંબર 1ની તાલુકાશાળા-બગસરા બાજુની દિવાલ લીન્ટર લેવલ સુધીજ લીન્ટર ન તુટે તે રીતે પાડવાની રહેશે.

7.       શાળાની પશ્ચિમ બાજુએ આવેલ એટલેકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ આવેલા રૂમ નંબર 1 થી 6 કુલ છ રૂમોની અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ આવેલ રોડ પર પડતી દિવાલને લીન્ટર લેવલ સુધીજ લીન્ટર ન તુટે તે રીતે પાડવાની રહેશે.

8.       શાળાની દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં આવેલ એટલેકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ તથા મામલતદાર ઓફીસ વાળા રોડ પર આવેલા ટોઇલેટ બ્લોકની રોડ પરની દિવાલો લીન્ટર લેવલ સુધીજ લીન્ટર ન તુટે તે રીતે તોડવાની રહેશે.

9.       શાળાની પશ્ચિમ બાજુએ આવેલા રૂમો નંબર 1 થી 6ના પછવાડાની દીવાલો લીન્ટર લેવલ સુધી ઉભી રાખવાની છે અને તે દીવાલોમાં રહેલી બારીઓની ખાલી પડેલી જગ્યાએ ઇટોથીં ચણતર કરી આપવાનું રહેશે.

10.   ટૂકમાં પડવાના થતા ઈમલામાં લીન્ટર લેવલ સુધીની દિવાલો શાળાની કમ્પાઉન્ડ વોલ સ્વરૂપે ઉભી રહે તે રીતે પાડવાની રહેશે અને જરૂર જણાય ત્યાં જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમે પોતાના ખર્ચે ચણતર કરી આપવાનું રહેવાનું રહેશે.

11.   શાળાના રૂમ નંબર 15 અને ઓફીસની સામે રૂમ નંબર 14ની પૂર્વ તરફની ઉભી દિવાલ તોડવાની નથી. શાળાના રૂમ નંબર 14નો સ્લેબ શાળાની હાલ કાર્યરત રહેવાવાળી ઈમારતની દિવાલ સાથે જોડાયેલો છે. માટે આ રૂમ નંબર 14ના સ્લેબને પૂર્વ તરફની દિવાલથી 3 ફૂટ અંતર રાખીને બ્રેકર/કટ્ટર દ્વારા કાપીને અલગ કર્યાબાદ તોડવાનો રહેશે. આ સ્લેબ તોડતી વખતે શાળાની ચાલુ ઈમારતને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તેની અને કોઇ જાનહાની કે ઇજા ન થાય તેની કાળજી લેવાની રહેશે.

12.   હાલ શાળામાંથી ઇમલા તથા કાટમાળને ખસેડવા માટે શાળાના મુખ્ય દ્વારેથી કોઇ વાહનને અંદર લાવી શકાય તેમ નથી. માટે ઇમલા તથા કાટમાળને ખસેડવા માટે અલાયદી વ્યવસ્થા કરવી પડે તેમ છે. આ પ્રકારની વ્યવસ્થા શાળાના રૂમ નંબર 1ની રોડ ઉપરની પશ્ચિમ તરફની દિવાલ તોડીને કરી શકાશે. પરંતું આવી વાહનોની અવર જવર કરવા માટેની જરૂરી વ્યવસ્થઆ કામચલાઉ ધોરણે જ કરવાની રહેશે. આ વ્યવસ્થા આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે પોતેજ પોતાના ખર્ચે કરવાની રહેશે. અને આ કલમમાં જણાવેલ દિવાલ સિવાય બીજી કોઇ દિવાલ આ હેતુંસર તોડવાની રહેશે નહી. અને આ કામ પુરૂ થયેથી કામચલાઉ વ્યવસ્થા તોડેલી માટે રૂમ નંબર 1ની દિવાલને (જે હવે શાળાની કમ્પાઉન્ડ વોલનો એક ભાગ છે) આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે પોતાના સ્વખર્ચે પુનઃ બનાવી આપવાની રહેશે.

13.   હરરાજીમાં કાટમાળ તથા ઇમલો રાખનાર ઇસમએ પોતાના ખર્ચે અને જોખમે શાળાનો કાટમાળ અને ઇમલો તોડવાનો તથા ઉપાડવાનો રહેશે. આ કામગીરી દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઇ પ્રકારની ઇજા કે જાનમાલની નુક્સાની ન થાય તેની તકેદારી તેમણે લેવાની રહેશે. આમ છતાં જો કોઇ વ્યક્તિ કે સંસ્થાને ઇજા કે જાનમાલની નુકશાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી હરરાજીમાં કાટમાળ તથા ઇમલો રાખનાર ઇસમની સુવાંગ રહેશે.

14.   જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમ તેના દ્વારા દિન-45 માં આ કાટમાળ તથા ઇમલો જો ઉપાડવામાં નહીં આવે અથવા કાટમાળ તથા ઇમલો ઉપાડવા/તોડવા/દૂર કરવાની કાર્યવાહી દરમિયાન કોઈ અન્ય પ્રકારની નુકસાની થશે, તો આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ભરેલ ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે. અને તેના દ્વારા થયેલ નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.

15.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ઇમલો તથા કાટમાળ પાડવાની/તોડવાની/દૂર કરવાની/ખસેડવાની કોઇપણ કામગીરી કરતી વખતે શાળાના અડોશ-પડોશના લોકો તેમજ સંસ્થાઓને નુકસાન ન થાય, શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેમજ ટ્રાફિકને અડચણરૂપ ન થવાય તે બાબતે કાળજી લેવાની રહેશે.

16.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કામ દરમિયાન કોઇપણ પ્રકારની કાયદાકીય ગુંચવણ ઊભી કરવાની નથી. જો કોઇ બહારની વ્યક્તિ દ્વારા કાયદાકિય ગુંચવણ ઊભી થતાં કામ રોકાશે તો તે માટે કન્યાશાળા-બગસરા કે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા કોઇપણ રીતે જવાબદાર નથી.

17.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કોઇપણ પ્રકારની રાજકીય કે ખાતાકીય ગુંચવણ/દબાણ પણ ઊભી કરવાનું નથી. આવું કર્યેથી આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમની ડીપોઝીટની રકમ તુરંત કોઇપણ કારણ આપ્યા સીવાય એસ.એમ.સીને જપ્ત કરી લેવાનો અબાધીત હક રહેશે.

18.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે શાળામાં ભણતા બાળકો/શિક્ષકો તેમજ વાલીઓ અને એસ.એમ.સી.ના સભ્યો પૈકી કોઇપણ સાથે કોઇપણ પ્રકારનું ગેરવર્તન કરવાનું નથી.

19.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ઇમલો તથા કાટમાળને પાડવાની/હટાવવાની/તોડવાની/દૂર કરવાની કોઇપણ પ્રક્રિયા દરમિયાન શાળાના હયાત રાખવાના મકાન, કમ્પાઉન્ડ વોલ, હયાત રાખવાના ટોઇલેટ બ્લોક, શાળાના દરવાઝા, બારી કોઇપણ ભાગને નુકસાન પહોંચે નહી તેની તકેદારી રાખવાની છે. જો કોઇપણ કારણોસર શાળાને કોઇપણ પ્રકારની નુકસાની જશે તો તેની ભરપાઇ આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કરવાની રહેશે.

20.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે આ કામ કરવા માટે પાણી, ઇલેક્ટ્રીક પાવર, મજુર, ટ્રાન્સપોર્ટેશન ઇત્યાદીની વ્યવસ્થા પોતાની રીતે પોતાના ખર્ચે કરવાની રહેશે. શાળાના પાણી તેમજ ઇલેક્ટ્રીક પાવરનો ઉપયોગ આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કરવાનો નથી.

21.   ઉપરોક્ત શરતો પૈકી કોઇપણ શરતનો ભંગ થયેથી આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમની ડિપોઝીટની રકમ જપ્ત લેવામાં આવશે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

22.   આ ઉપરાંત જરૂર જણાયે ઉપરોક્ત શરતો પૈકી કોઇપણ શરતનો ભંગ થયેથી આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

23.   ન્યાયક્ષેત્ર બગસરા રહેશે.

24.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે સરકારશ્રી દ્વારા વખતો વખત આપવામાં આવતી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

25.   શાળા, સમાજ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણના હિતમાં એસ.એમ.સી. કલમ-1માં જણાવેલ શાળાના ઇમલા તથા કાટમાળને પાડવાની પ્રક્રિયા સમગ્ર રીતે કે અંશતઃ રીતે અટકાવવાના કે ફેરફારો કરવાના પોતાના અધિકારો સુરક્ષીત રાખે છે.

26.   ડિપોઝીટની રકમ પરત મેળવવા માટે શાળા તરફથી આપવામાં આવેલ ઓરજીનલ પાવતી રજુ કરવી ફરજીયાત છે.

27.   શાળાના ઇમલા તથા કાટમાળ પાડીને દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇસમે આ કામ રાખેલ છે તેમણે તથા તેમના માણસોએ કોવિડ-19ની સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

જાહેર હરરાજીના નિયમો તથા હરરાજીની શરતો

    જાહેર હરરાજીના નિયમો તથા હરરાજીની શરતો 

    આથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા શહેરમાં આવેલ કન્યાશાળા-બગસરાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમોને પાડીને ઇમલો તથા કાટમાળ દૂર કરીને જગ્યા ખુલ્લી કરી આપવા બાબતે તા. 13/11/2021ના રોજ અમરેલી એક્સપ્રેસ દૈનિકપત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ નક્કી કરેલી શરતો.



1.       જાહેર હરરાજીમાં કોઇપણ ઇસમ આ સાથેના નિયમો તથા શરતોનું પાલન કરીને ભાગ લઇ શકશે.

2.       જાહેર હરરાજીમાં ભાગ લેનાર કોઇપણ ઇસમ ભારતીય નાગરીક હોવો જોઇએ.

3.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે સરકારશ્રીમાં માન્ય હોય તેવું ઓળખપત્ર તથા ઓળખપત્રની સ્વપ્રમાણીત કોપી રજુ કરવાની રહેશે.

4.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે રૂપીયા 20,000/- (અંકે રૂપીયા વીસ હજાર પુરાની)ની ડિપોઝીટ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે રોકડેથી જમા કરાવવાની રહેશે. અને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી તે સબબની પહોંચ મેળવી લેવાની રહેશે.

5.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી નિયત રકમ ચુકવી નિયત શરતો તેમજ પ્રાથમિક માહિતીનું ફોર્મ મેળવવાનું રહેશે. આ ફોર્મ ભરીને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે તે ડિપોઝીટની રકમ સાથે જમાં કરાવવાનું રહેશે.

6.       જાહેર હરરાજીમાં ભાગ લેનાર કોઇપણ ઇસમે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી મળેલ ડિપોઝીટ ભર્યા બદલની પહોંચ તથા ઓરીજનલ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. અને માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે.

7.       ઉપરની શરતો 2 થી 6 પૈકી એકપણ શરતનું પાલન ન કરતાં હોય, તેવા કોઇપણ ઇસમને જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં નહી આવે. અને જો તેમ છતાં કોઇપણ ઇસમ ઉપરોક્ત શરતો 2 થી 6 નું પાલન કર્યા સિવાય હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયાસ કરશે તો તેમની વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

8.       જે કોઇ ઇસમ આ જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતો હોય, તેમણે ઉપરોક્ત શરતો 2 થી 6નું ફરજીયાત પણે પાલન કરવાનું જ રહેશે.

9.       જે કોઇ ઇસમ આ જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેતો હોય, તેઓએ હરરાજીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોતાની સાથે કોઇપણ અન્ય ઇસમને રાખવાના નથી. જો અન્ય કોઇ ઇસમ તેમની સાથે હશે તો ઉપરોક્ત શરતો 2 થી 6નું પાલન થતું ન હોય, ઉપરોક્ત શરત 7ના અનુસંધાને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જે વ્યક્તિ સાથે તે આ હરરાજીમાં આવેલ હોય, ભલે તેમણે ઉપરોક્ત શરત 2 થી 6નું પાલન કરેલ હોય, પરંતુ આ શરત નંબર 9 નું પાલન કરેલ ના હોય, તેમને પણ હરરાજીની પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે, તેમની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવશે અને તેઓએ બોલેલી બોલીઓને રદ ગણવામાં આવશે.

10.   જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમે શાળાના બાળકો, શાળાનો સ્ટાફ, શાળાના આચાર્યશ્રી તેમજ શાળાની એસ.એમ.સી. અને આ પ્રક્રિયા માટે એસ.એમ.સી. દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તવું જોઇશે. જો કોઇ ઇસમ આવું કરવામાં ચુક કરશે તો તેમને હરરાજીની પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે, તેમની ડિપોઝીટની રકમ જપ્ત કરી લેવામાં આવશે અને તેઓએ બોલેલી બોલીઓને રદ ગણવામાં આવશે. અને તેમની વિરૂદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

11.   જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમ જેમણે હરરાજીમાં સૌથી વધારે બોલી બોલેલી છે તેઓએ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા, તા. બગસરા, જી. અમરેલી દ્વારા નક્કી કરેલી તમામ શરતોના પાલન માટે જરૂરી સમજૂતી કરાર સરકારશ્રીના પ્રવર્તમાન કાયદાનુસાર કરવાનો રહેશે. આવો સમજુતી કરાર, બોલીની 100 ટકા રકમ સાથે નિયત સમયમર્યાદામાં (હરરાજીના બીજા દિવસ સુધીમાં) એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમાં કરાવવાનો રહેશે.

12.   આ ઇમલા તથા કાટમાળની અપસેટ કિંમત રૂ.1,94,500/-  (અંકે રૂપીયા એક લાખ ચોરાણું હજાર પાંચસો પુરા) નક્કી થયેલ હોય, જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમે તે કરતાં વધુ બોલી જ લગાવવાની રહેશે.

13.   હરરાજીમાં રૂ 1000/- ના રાઉન્ડ ફિગરમાંજ રકમની બોલી બોલવાની રહેશે. (એટલે કે 1,95,000/, 1,96,000/-, 1,97,000/- એમ.....)

14.   હરરાજીની પ્રક્રિયામાં ઓછામાં ઓછા ૩ ઇસમો હાજર હશે અને હરરાજી માટે ઓછામાં ઓછી 3 બોલીઓ બોલાયેલી હશે તો જ હરરાજીની પ્રક્રિયા માન્ય રહેશે.

15.   હરરાજીમાં સૌથી વધારે રકમની બોલી જ મંજૂર કરવામાં આવશે. સૌથી વધારે રકમની આખરી બોલી મંજૂર થયેથી, જે તે ઇસમએ પોતે બોલેલી બોલીની મંજૂર થયેલી રકમ પૈકીની 25% રકમ સ્થળ પર જ પંચોની સમક્ષ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમા કરાવવાની રહેશે.

16.   જે ઇસમની હરરાજીની બોલી મંજૂર થયેલ હોય, તે ઇસમએ હરરાજીના બીજા જ દિવસે બાકીની ૭૫% રકમ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમા કરાવવાની રહેશે.

17.   શાળામાં બોલીની રકમ સંપૂર્ણ રકમ (100 ટકા રકમ) તથા જરૂરી સમજુતી કરાર (ઓરીજનલ કોપીમાં) જમા કરાવ્યા બાદજ જે તે ઇસમને ઇમલો અને કાટમાળ પાડવા માટેનો જરૂરી વર્કઓર્ડર આપવામાં આવશે તેમજ એસ.એમ.સી. દ્વારા જણાવેલ તારીખથી કામ શરૂ કરવાનું રહેશે.

18.   જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે વ્યક્તિની ડીપોઝીટની રકમ ઇમલો તથા કાટમાળ દૂર કરવાનું કામ સંપૂર્ણ પણે અને સંતોષકારક રીતે પુરૂ થયા બાદજ પરત કરવામાં આવશે.

19.   હરરાજીમાં ભાગ લેનારા અન્ય ઇસમો કે જેની બોલીઓ મંજૂર થયેલ નથી, તેઓની ડીપોઝીટની રકમ હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થયેથી હરરાજીના દિવસેજ સાંજ સુધીમાં તેઓની પાસેથી પાકી પહોંચ લઇને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી મારફતે પરત કરવામાં આવશે.

20.   જો હરરાજીની આખરી બોલી બોલનાર ઈસમ હરરાજીના દિવસેજ 25% રકમ ભરવામાં નિષ્ફળ જશે કે બાકીની 75% ટકા રકમ બીજા દિવસે ભરવામાં નિષ્ફળ જશે તો તેમની ડિપોઝીટની રકમ જપ્ત કરીને ક્રમશ: તેમની પહેલાના ક્રમે બોલી બોલનાર ઇસમની બોલીને આખરી ગણવામાં આવશે. અને તે ઇસમને ઉપરોક્ત શરતો 15 થી 19 મુજબ કાર્યવાહી થવા જાણ કરવામાં આવશે. અને જો કોઇ તેમની પહેલાના ક્રમે બોલી બોલનાર ઇસમ નહી હોય તો હરરાજીની પ્રક્રિયા નિયમાનુસાર ફરીથી કરવામાં આવશે.

21.   કોઇપણ કારણઓ દર્શાવ્યા સિવાય કોઇપણ બોલીને મંજૂર રાખવી કે નામંજૂર રાખવી તેનો સંપૂર્ણ હક્ક એસ.એમ.સી. કન્યાશાળા-બગસરાને તથા એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા આ માટે અધિકૃત કરેલ અધિકારીઓને સ્વાધિન રહેશે.

22.   હરરાજીની પ્રક્રિયામાં ગેરકાયદેસર રીતે ઉપસ્થિત રહેનાર, હરરાજીની પ્રક્રિયાને કોઇ અન્ય રીતે દૂષિત કરનાર કે હરરાજીની પ્રક્રિયા વખતે અસભ્ય/ગુનાહિત વર્તન કરનાર ઇસમોની ડિપોઝીટ જપ્ત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

23.   અહી જણાવેલી કોઇપણ શરતો પૈકી એકપણ શરતમાં કોઇ ફેરફાર કરવો, છુટછાટ આપવી કે કોઇ શરત રદ કરવી કે કોઇ નવી શરત ઉમેરવી તે માટે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા પોતાનો અધિકાર સ્વાધિન રાખે છે.

24.   હરરાજીમાં આવનાર/ભાગ લેનાર તમામ ઇસમોએ કોવિડ-19 ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

25. જે ઇસમની બોલી મંજુર થશે તેમણે શાળાનો ઉપર જણાવેલ ઇમલો દિન-45માં ઉપાડી લેવાનો રહેશે અને શાળાની જગ્યા જમીન સ્તર સુધી ચોખ્ખી કરી આપવાની રહેશે. 

26. જે ઇસમની બોલી મંજુર થશે તેમણે કરવાના સમજુતી કરારની નકલ આ બ્લોગ પર ઉપલબ્ધ છે. આ શરતો મુજબજ શાળાનો ઇમલો પાડીને કાટમાળ દુર કરવાનો રહેશે.