કિશોરી મેળો
“હું રાષ્ટ્રનું ધન છું, સંગમ સ્થાન છું, ચોસઠ કલાઓનો સંગમ છુ.”
- નારી
માન. જિલ્લા પ્રોજેક્ટ કૉ.ઓર્ડિનેટરશ્રી, સર્વ શિક્ષા અભિયાન, અમરેલી જિલ્લા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, અમરેલીના તા. 02/01/2013ના પરિપત્ર ક્રમાંક SSAM/GENDER/12/5706-5819 તથા એસએસએ/જેન્ડર/કિશોરીમેળા/2012/5829-5838 અન્વયે બગસરા બ્લોક રિસોર્સ કૉ-ઓર્ડિનેટરશ્રી ઘનશ્યામભાઇ સિંધવ સાહેબશ્રી તરફથી મળેલ સૂચનાના અનુસંધાને તથા બગસરા શાળા નં.1 ક્લસ્ટર રિસોર્સ કૉ-ઓર્ડિનેટરશ્રી કિશોરભાઇ રંગાડિયાના માર્ગદર્શન હેઠળ અત્રેની કન્યાશાળા – બગસરા ખાતે ત્રણ દિવસીય કિશોરીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં નીચે મુજબના આમંત્રિતો, તજજ્ઞો, ફેસીલિટેટરશ્રીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ, તથા અન્ય શાળા બહારથી આવેલી કિશોરીઓએ ભાગ લિધેલ હતો. કિશોરીમેળામાં પસંદગી પામનાર કિશોરીઓના વાલીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
ક્રમ હાજર રહેલ આમંત્રિત મહેમાન હોદ્દો
1 કિશોરભાઇ ભી. રંગાડિયા CRC કોઓર્ડિનેટર
2 દિપાબેન એમ. ગોહેલ આમંત્રિત તજજ્ઞ (મેઘાણી હાઇસ્કૂલ બગસરા)
3 કિર્તીબેન કે. યાદવ આમંત્રિત તજજ્ઞ (પી.એચ.સી. બગસરા)
4 સતિષભાઇ એન. સતાસિયા તજજ્ઞ (વિદ્યા સહાયક) કન્યાશાળા બગસરા
ક્રમ હાજર રહેલ SMC સભ્ય/વાલી હોદ્દો
1 મીનાબેન એ. અભાણી અધ્યક્ષ
2 અશોકભાઇ અભાણી વાલી
2 અલ્પેશભાઇ એચ. પરમાર ઉપાધ્યક્ષ
3 રવિશંકરભાઇ વેગડા ન.પા. સભ્ય
ક્રમ હાજર રહેલ ફેસીલીટેટર હોદ્દો
1 નયનાબેન બી. ગોહિલ ફેસીલીટેટર
2 હંસાબેન બી. જોષી ફેસીલીટેટર
3 દામીનીબેન આર. પરમાર
ફેસીલીટેટર
કિશોરીમેળામાં ત્રણ દિવસ હાજર રહેલા શાળાની વિદ્યાર્થીનીઓ (70 %)
ક્રમ જ.ર. નંબર જન્મ તારીખ વિદ્યાર્થીનું પુરુ નામ ધોરણ/વર્ગ જાતિ
1 9016 28/03/03 પંડ્યા જાનવી કેતનભાઇ 5 GEN
2 9019 30/06/02 ચુડાસમા સંજના મનસુખભાઇ 5 SC
3 9026 02/11/02 નકુમ પુજા રમેશભાઇ 5 OBC
4 9013 30/04/03 મકવાણા અંજલી જેન્તીભાઇ 5 OBC
5 9060 24/02/03 મેવાડા નિતા અમરાભાઇ5 OBC
6 9058 21/07/03 ચૌહાણ નિલમ અમિનભાઇ 5 OBC
7 9146 06/08/03 ખીમાવત નમિરા ફારૂકભાઇ 5 લઘુમતી
8 8927 15/12/01 હડીયલ ભક્તિ અરવિંદભાઇ 6 OBC
9 8926 01/02/02 નકુમ પુજા ચંદ્રેશભાઇ 6 OBC
10 8923 21/10/01 શેખડા ધરતી દલપતભાઇ 6 GEN
11 8963 14/08/01 પરમાર નિધી અલ્પેશભાઇ 6 OBC
12 9138 19/09/02 પરમાર ભક્તિ રમેશભાઇ 6 OBC
13 8945 29/04/02 લુણાગરીયા પૂર્વિશા જિતેન્દ્રભાઇ 6 GEN
14 9043 11/11/00 લશ્કરી આરતી જયેશકુમાર 6 OBC
15 8836 08/02/01 બોરીચા હેતલ નવનિતભાઇ 7 SC
16 8855 24/01/01 વાઘેલા ખુશાલી રમેશભાઇ 7 OBC
17 8889 23/04/01 સોનિગરા અંકિતા ધિરજલાલ 7 OBC
18 9259 27/01/01 ચૌહાણ શિવાની દિનેશભાઇ 7 OBC
19 8839 10/06/01 બાવળિયા જાનવી જયેશભાઇ 7 OBC
20 8942 08/08/00 અગવાન રાબિયા રહિમભાઇ 7 લઘુમતી
21 9349 29/09/99 લંગારિયા અવની કિશોરભાઇ 7 OBC
22 9007 18/06/00 કસવાળા ભુમિતા બાલુભાઇ 8 અ GEN
23 8802 05/12/99 પરમાર રૂચીબહેન દિનેશકુમાર 8 અ OBC
24 9157 20/11/99 નાંઢા દેવયાની કિશોરભાઇ 8 અ OBC
25 9089 04/03/00 ડાભી ખુશ્બુ ધર્મેન્દ્રભાઇ 8 અ OBC
26 8993 20/01/00 ડાભી ક્રિના પ્રકાશભાઇ 8 અ OBC
27 9186 04/05/00 વૈષ્ણવ અંકિતા દિલિપભાઇ 8 અ OBC
28 8793 29/08/00 વાળા મિતલબેન નાગભાઇ 8 અ OBC
29 8719 13/03/00 સોંડાગર જાનવી હર્ષદભાઇ 8 બ OBC
30 8723 25/07/00 માળવી પુજાબહેન રામજીભાઇ 8 બ OBC
31 8720 03/10/97 જાદવ નિધીબેન ધર્મેન્દ્રભાઇ 8 બ OBC
32 9345 31/07/00 મકવાણા ખુશાલીબેન જયંતિભાઇ 8 બ OBC
33 9352 16/11/99 શેખ ફરજાના રહિમભાઇ 8 બ OBC
34 9360 30/08/98 ખાંદલ ધારાબેન અશ્વિનભાઇ 8 બ OBC
35 9335 01/10/99 ચૌહાણ સેજલ નરેન્દ્રભાઇ 8 બ
OBC
કિશોરીમાં હાજર રહેલી શાળા બહારની કિશોરીઓ (30 %)
ક્રમ કિશોરીનું નામ જાતી
1 ગાયત્રી પ્રવિણભાઇ જોગેલ OBC
2 અનિષા અનવરભાઇ ભીમાણી લઘુમતી
3 મદિના કાદરભાઇ બારેજીયા લઘુમતી
4 કિર્તી કરશનભાઇ સોલંકી SC
5 રૈના ઇલ્યાસભાઇ મામોડિયા લઘુમતી
6 દિવ્યા મોહનભાઇ દાફડા SC
7 નંદની લક્ષમણભાઇ વાળા OBC
8 સેજલ ભાભલુભાઇ કહોર OBC
9 અલ્કા ભરતભાઇ જલસાણીયા OBC
10 કાજલ ધનજીભાઇ દાફડા SC
11 નેહા વિનુભાઇ ઇટોળીયા OBC
12 પુજા અશ્વિનભાઇ મીટાળીયા OBC
13 નયના ભાભલુભાઇ કહોર OBC
14 આશિયાના અલ્તાફભાઇ શેખ લઘુમતી
15 શ્રદ્ધા મહેશભાઇ જલસાણીયા OBC
કિશોરીમેળો- પ્રથમદિન
કન્યા એટલે......
મોગરાની મહેંક......
ગુલાબની ભવ્યતા અને......
પારિજાતની દિવ્યતા......
અત્રેની કન્યાશાળા બગસરામાં તા. 16/01/2013થી તા. 18/01/2013 દિવસ ત્રણ સુધી સર્વશિક્ષા અભિયાન મિશનના સૌજન્યથી કિશોરીમેળાની સુંદર ઉજવણી કરવામાં આવી. આ મેળાની જાણ અગાઉથી વાલીઓને કરવામાં આવેલી હતી. આ મેળામાં 50 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહનું સંચાલન ધોરણ 8 બ ની વિદ્યાર્થિની નીધી ધર્મેન્દ્રભાઇ જાદવે કર્યું હતું.
કિશોરીમેળાની વિશેષતા કિશોરીમેળાનું ઉદ્ઘાટનઃ-
આ મેળાની વિશેષતા હતી “મટકીફોડ ઉદ્ઘાટન”. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મટકી ફોડીને કરવામાં આવેલ જે શાળાના ઉત્સાહી આચાર્ય હિમાંશુભાઇ છાટબારના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ ઉદ્ઘાટન પ્રસંગનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ શાળાની તમામ બાળાઓએ તથા શાળાના સ્ટાફ પરિવારે ઉત્સાહભેર લીધેલો હતો. તથા CRC કોઓર્ડિનેટર શ્રી કિશોરભાઇ રંગાડીયાએ પણ આ કાર્યક્રમ નિહાળેલ હતો.
ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત કિશોરી અભીનય ગીતથી (ઠુમક મૈ તો નાચુંગી - ) કિશોરીઓમાં કાર્યક્રમ પ્રત્યે ઉત્સાહ પ્રેરિત કરવા માટે તથા કિશોરીઓના સપનાઓને પ્રેરિત કરતું ગીત)
શિક્ષણની ભવાઇ નાટક (રંગલો-નિધી જાદવ, રંગલી-દેવયાની નાંઢા) ભવાઇના રંગલો રંગલી પાત્ર દ્વારા શિક્ષણનું મહત્વ, અનિયમિત બાળકોને સંદેશો તથા દિકરા-દિકરી એક સમાન જેવી વાતો રજુ કરવામાં આવી.
કિશોરીગીત (ગીત ગા રહે હૈ હમ - )
નવી પરંપરાનું ઉદ્ઘાટન, પરાક્રમ, સહિયારો પ્રયાસ, વહેંચીને ખાવાની ભાવના, અન્યાય સામે પ્રતિકારનું પ્રતિક એટલે મટકીફોડ
વિષય પ્રવેશ કિશોરીમેળો શા માટેઃ-
આ દિવસના કિશોરીમેળાના ફેસીલીટેટર શ્રી નયનાબેન ગોહિલે કિશોરીમેળો શા માટે તે બાબતે વિષયપ્રવેશ કરાવેલ હતો. તેઓએ તમામ કિશોરીઓને મટકી ફોડ કાર્યક્રમનો હેતુ શું છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે શ્રી કૃષ્ણનું ઉદાહરણ આપી મટકી ફોડનો હેતુ સમજાવ્યો હતો.
નાસ્તા માટે વિરામઃ-
આજના કિશોરીમેળાના કાર્યક્રમમાં તમામ કિશોરીઓને નાસ્તમામાં સમોસા આપવામાં આવ્યા હતાં.
રમત ગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓઃ-
(1) સ્વપરિચય (2) એક કાપડનો વિવિધ ઉપયોગ (3) પોતાના સારા તથા નરસા ગુણોની યાદી બનાવી સમૂહમાં ચર્ચા કરવી (4) મને કન્યા હોવું ગમે છે-મારી આદર્શ નારી વગેરે જેવા વિષય પર સમૂહ ચર્ચાઓ
કેરિયર માર્ગદર્શનઃ-
મેઘાણી હાઇસ્કૂલ – બગસરાના શિક્ષિકા શ્રી દિપાબેન એમ. ગોહેલ આજના કિશોરીમેળાના કાર્યક્રમમાં કિશોરીઓને ખુબજ સુંદર રીતે કેરિયર માર્ગદર્શન આપ્યું હતું.
કિશોરીઓને મુંજવતા પ્રશ્નો (પ્રશ્નપેટી કાર્યક્રમ):-
પ્રથમ દિવસના અંતે પ્રશ્નપેટી મુકવામાં આવી અને તમામ કિશોરીઓને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાને મુંજવતા કોઇપણ પ્રશ્નો એક કોરા કાગળ પર લખી અને આ પેટીમાં નાખે, આવતી કાલે સવારે જ્યારે આપણે ફરીથી કિશોરીમેળામાં એક્ઠા થશું ત્યારે આ પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીશું.
કિશોરીમેળો-બીજો દિવસ
આગળના દિવસની પ્રવૃત્તિઓની તથા પ્રશ્નપેટીમાં આવેલા પ્રશ્નોની ચર્ચાઃ-
કિશોરીમેળાના બીજા દિવસનો પ્રારંભ કિશોરીમેળાના પ્રથમ દિવસે કરવામાં આવેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ચર્ચા દ્વારા આજના ફેસીલીટેટર શ્રી હંસાબેન બી. જોશીએ કરી હતી. તેઓએ કન્યાઓને આ કાર્યક્રમો દ્વારા કેવી મજા આવી તેમજ તેના દ્વારા શું જાણવા મળ્યુ તેમજ શું શીખવા મળ્યું તેવી બાબતો પર વિશેષ ચર્ચા કરી, ત્યારબાદ પ્રથમ દિવસે મુકેલ પ્રશ્નપેટીમાં મળેલા પ્રશ્નોનું મુકવાંચન કર્યું, અને તેમાંથી મહત્વના તમામ પ્રશ્નોના જવાબો આપવાની કોશીષ કરી, અંતે બીજા દિવસના કિશોરીમેળાના તમામ કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપી.
શબરીનું નાટકઃ-
કિશોરીમેળાના બીજા દિવસે કન્યાઓએ સુંદર મજાનું નાટક “શબરી” ભજવ્યું હતું. અને સ્ત્રીઓની માં રહેલા સહનશક્તિ, એકાગ્રતા વગેરે જેવા ગુણોનું નિદર્શન કર્યું હતું.
કન્યાઓને અસમાનતાઓ અને તે નિવારવા માટે શિક્ષક દ્વારા સાચી માહિતી અને માર્ગદર્શનઃ-
મમ્મીનું ઘરમાં સ્થાન, સ્ત્રી સશક્તિકરણના પ્રેરણાત્મક ઉદાહરણો (સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, કિરણ બેદી, ઇંદિરા ગાંધી, પ્રતિભા પાટિલ, પી.ટી.ઉષા વગેરે...), શાળાના શિક્ષિકા શ્રી દામિનીબેન પરમાર તથા શ્રી હંસાબેન જોષીએ ફુલછાબ ન્યુઝપેપરની મદદથી સ્ત્રી સશક્તિકરણના ઉદાહરણો લીધા. કન્યાઓએ પણ “ક્રિષ્ના હૈ...” અભીનય ગીત રજુ કર્યું.
કન્યાઓને ઘર, શાળા કે સમાજમાં અનુભવવી પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી, કન્યાઓને કિશોરી અવસ્થામાં કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવો તેમજ સાવચેતી રાખવી તેની સમજ આપવામાં આવી. કન્યાઓએ પોતાની દરેક દરેક વાત પોતાની માતાથી છુપાવવી નહી, પરંતુ ચોક્કસ પણે કહેવી. દિકરા દિકરી બાબતમાં ઘરનું વાતાવરણ તથા નાના ભાઇ પ્રત્યે મોટી બહેનનો સ્નેહ વિષે ચર્ચા કરી.
નાસ્તા માટે વિરામઃ-
કન્યાઓમાં પોષણ અંગે માર્ગદર્શનઃ-
કન્યાશાળાના શિક્ષિક શ્રી સતિષભાઇ સતાસિયાની મદદથી અને સલાહ સૂચનથી કિશોરીઓને કિશોરાવસ્થા દરમિયાન પોષક આહારનું મહત્વ સમજાવતો એક વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમા કિશોરીઓએ રોલપ્લે અને નૃત્યનાટિકા જેવી પ્રવૃત્તિ દ્વારા પોષક આહારનું મહત્વ સમજ્યું હતું.
કિશોરીઓને મુંજવતા પ્રશ્નો (પ્રશ્નપેટી કાર્યક્રમ):-
બીજા દિવસના અંતે પ્રશ્નપેટી મુકવામાં આવી અને તમામ કિશોરીઓને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાને મુંજવતા કોઇપણ પ્રશ્નો એક કોરા કાગળ પર લખી અને આ પેટીમાં નાખે, આવતી કાલે સવારે જ્યારે આપણે ફરીથી કિશોરીમેળામાં એક્ઠા થશું ત્યારે આ પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીશું.
કિશોરીમેળો-ત્રીજો દિવસ
આગળના દિવસની પ્રવૃત્તિઓની તથા પ્રશ્નપેટીમાં આવેલા પ્રશ્નોની ચર્ચાઃ-
કિશોરીમેળાના બીજા દિવસનો પ્રારંભ કિશોરીમેળાના પ્રથમ દિવસે કરવામાં આવેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ચર્ચા દ્વારા આજના ફેસીલીટેટર શ્રી દામિનીબેન પરમારે કરી હતી. તેઓએ કન્યાઓને આ કાર્યક્રમો દ્વારા કેવી મજા આવી તેમજ તેના દ્વારા શું જાણવા મળ્યુ તેમજ શું શીખવા મળ્યું તેવી બાબતો પર વિશેષ ચર્ચા કરી, ત્યારબાદ બીજા દિવસે મુકેલ પ્રશ્નપેટીમાં મળેલા પ્રશ્નોનું મુકવાંચન કર્યું, અને તેમાંથી મહત્વના તમામ પ્રશ્નોના જવાબો આપવાની કોશીષ કરી, અંતે ત્રીજા દિવસના કિશોરીમેળાના તમામ કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપી.
માસિક આરોગ્ય અને સ્વચ્છતાઃ-
તમારી કિશોરાવસ્થા વીશે જાણો, કિશોરીવસ્થાનું પ્રજનનલક્ષી આરોગ્ય, કિશોરીઅવસ્થા દરમિયાન માનસિક અને ભાવાત્મક ફેરફારો, માસિક અને માસિક આરોગ્ય તથા સ્વચ્છતા વગેરે જેવા મુદ્દાઓ પર કિર્તીબેન યાદવે વિદ્યાર્થિનીઓને ખુબજ સુંદર અને સચોટ માહિતી આપી હતી.
નાસ્તા માટે વિરામઃ-
સ્ત્રી પ્રતિભાઓ વિશેની સમજઃ-
દિકરો – દિકરી એક સમાન, હંમેશા કુમાર અને કન્યા એમ અલગ કેમ?, ભારતની તથા વિદેશ પ્રખ્યાત સ્ત્રી પ્રતિભાઓનો પરિચય, પ્રવૃત્તિ દ્વારા સ્ત્રીઓ કેમ પુરૂષ સમોવડી બની શકે તેની સમજ, સમાનતા માટે શિક્ષણનું મહત્વ, સ્વ પોષણ માટે સ્ત્રીઓ દ્વારા ચાલતા ગૃહઉદ્યોગોની સમજ વગેરે જેવા મુદ્દા પર શાળાના શિક્ષિકા હંસાબેન જોષીએ કન્યાઓને ખુબજ સરસ રીતે અભીમુખ કર્યા.
કિશોરીમેળાનું સમાપનઃ-
બીજા દિવસના અંતે તમામ કિશોરીઓને તેઓના માતા, પિતા તથા જો હયાત હોય, તો દાદીમાંને કિશોરીમેળામાં કિશોરીમેળાના અંતિમ દિવસે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વાલીઓજ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રીજા દિવસના અંતે તમામ કિશોરીઓએ, તેમના ઉપસ્થિત વાલીઓએ, શિક્ષકોએ, તજજ્ઞોએ તેમજ SMCના સભ્યોએ પોતાના પ્રતિભાવો લેખીતમાં તેમજ મૌખીક રીતે આપ્યા હતાં. જેનો ફલિતાર્થ નીચે મુજબ છે.
તમામ માતા પિતાઓ તથા વાલીઓએ એવુ જણાવ્યું કે હવે પહેલા ભાઇ અને પછી બેન એમ નહી પરંતુ ભાઇ-બહેન બંને સાથે.
તમામ વડિલોએ એવો પણ નિર્ણય કર્યો કે ઉમરલાયક થયા પછીજ સગાઇ અને લગ્ન કરવા.
બાળકોને કુમાર હોય કે કન્યા શિક્ષણ આપવું ફરજીયાત.
દિકરીઓમાં સ્વાસ્થ્ય જાળવણી માટે પોષક આહારનું મહત્વ સમજાયુ હોય, હવેથી તેમના પોષક આહારને વધારે મહત્વ આપશું.
કન્યાઓમાં રહેલા ટેલેન્ટના આધારે તેને આગળ વધવાની તક પુરી પાડીશું.