Sunday, November 14, 2021

 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ

માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલીના તા. 29/07/2021ના હુકમ ક્રમાંક નં.શિક્ષ/આયો/રૂમ ડિમોલેશન/વશી/  /07/2021ના અનુસંધાને અત્રેની કન્યાશાળા-બગસરા, તા. બગસરા, જી. અમરેલીના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમો તેમજ અન્ય જોખમી ઇમલાઓને પાડવા માટેની જાહેર હરરાજીની ઉપરોક્ત પ્રક્રિયા માટેની તમામ શરતોનું પાલન કરીને ભાગ લેનાર કોઇપણ ઇસમ કે જે સૌથી વધારે બોલી બોલીને શાળાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમો તથા બીજા નિયત કરેલા ભાગોનો કાટમાળ તથા ઈમલાને પાડી અને જગ્યા ચોખ્ખી કરવાનું કામ રાખશે તેની સાથે નીચે મુજબના કરારો અને શરતો નક્કી કરવામાં આવે છે. જે અનુસંધાને તેમણે નીચેની શરતો સાથેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (સમજૂતી કરારપત્ર) સરકારશ્રીના નિયમો મુજબ તૈયાર કરીને કામ શરૂ કરતાં પહેલા બોલીની રકમ સાથે જ આપવાનું રહેશે.

શરતો

1.       અત્રેની કન્યાશાળા-બગસરાના મકાનના ભોયતળીયાના પ્રથમથીજ નંબર આપેલા રૂમો પૈકી પૂર્વથી પશ્ચિમ દિશાની ઉભી ઓસરીમાં ઉત્તર દિશા તરફ બારણા ધરાવતા રૂમ નંબર 7 થી 14 મુજબના 8 સ્લેબવાળા જર્જરીત રૂમો તેમજ દક્ષીણથી ઉત્તર દિશાની આડી ઓસરીમાં પૂર્વ દિશા તરફ બારણા ધરાવતા રૂમ નંબર 1 થી 6 મુજબના 6 સ્લેબવાળા જર્જરીત રૂમો એમ કુલ 14 સ્લેબવાળા જર્જરીત રૂમો, શાળાના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં આવેલો ટોઇલેટ બ્લોક તથા દક્ષીણથી ઉત્તર દિશાની આડી ઓસરીની બહાર ઓસરીની દિવાલ સાથે જોડાયેલો શાળાના મેદાનમાં આવેલ પ્રોગ્રામ સ્ટેજ સહિતનો કાટમાળ અને ઇમલો આ આગળની તમામ શરતોને આધિન રહીને પાડીને દૂર કરવાનો છે તથા જગ્યા ખુલ્લી કરવાની છે. આ તમામ ઇમલા તથા કાટમાળની અપસેટ કિંમત રૂ.1,94,500/- (એક લાખ ચોરાણું હજાર પાંચસો પુરા) નક્કી કરવામાં આવેલ છે. બોલીની રકમ અપસેટ કિંમત કરતાં વધારે જ હશે. જે રીતે શાળાનો ઇમલો અને કાટમાળ પાડવાનો છે અને જમીન ખુલ્લી કરવાની છે તેની સમજ આપતો નક્શો આ શરતો સાથે સામેલ છે.

2.       જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમની ડીપોઝીટની રકમ શાળાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમો તથા અન્ય જોખમી ઇમલાઓ તથા કાટમાળ દૂર કરવાનું કામ સંપૂર્ણ પણે સંતોષકારક રીતે પુરૂ થયા બાદજ પરત કરવામાં આવશે.

3.       જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમે ઇમલો તથા કાટમાળ પાડવાની કે દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન શાળાના કોઇપણ બાળક, વાલી, શિક્ષક, એસ.એમ.સી. સભ્યો, આચાર્યશ્રી અન્ય શિક્ષણ વિભાગ અને સરકારશ્રીના અધિકારીઓ સાથે કોઇપણ પ્રકારનું અસભ્ય/ગુનાહિત વર્તન કરશે તો તેની ડિપોઝીટ જપ્ત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

4.       હરરાજીની આખરી બોલીની ૧૦૦% રકમ ભરપાઈ થયા બાદ વર્કઓર્ડર મળ્યેથી બોલી મંજુર કરાવનાર ઇસમે તરતજ કલમ-1માં જણાવેલ પાડવાના તમામ રૂમો અને જોખમી ઇમાલાનો તમામ કાટમાળ પાડીને ઉપાડવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાની રહેશે અને કાટમાળ તથા ઇમલો વર્કઓર્ડર મળ્યાથી દિન-45 સુધીમાં ઉપાડી લઇને શાળાની જમીન ખુલ્લી કરી આપવાની રહેશે.

5.       શાળાના કલમ-1માં જણાવેલ પાડવાના તમામ રૂમો અને જોખમી ઇમલાનો તમામ કાટમાળ ઉપાડીને જમીન લેવલે જગ્યા ચોખ્ખી કરી દેવાની રહેશે. કોઇપણ સંજોગોમાં રૂમોના પાયાના પથ્થરો ખોદીને કાઢવાના નથી કે જમીન સ્તરથી નીચે ખોદીને કાઢવાના નથી. તેમજ કોઇપણ પ્રકારના કાટમાળ/રાબીટને શાળાના મેદાનમાં છોડીને જવાનો નથી.

6.       કલમ-1 માં જણાવેલા પાડવાના રૂમો તથા જોખમી ઇમલા પૈકી શાળાની પશ્ચિમ બાજુએ આવેલા એટલેકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ આવેલા રૂમો પૈકી તાલુકાશાળા-બગસરા સાથે મજમુ દિવાલ ધરાવતા રૂમ નંબર 1ની તાલુકાશાળા-બગસરા બાજુની દિવાલ લીન્ટર લેવલ સુધીજ લીન્ટર ન તુટે તે રીતે પાડવાની રહેશે.

7.       શાળાની પશ્ચિમ બાજુએ આવેલ એટલેકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ આવેલા રૂમ નંબર 1 થી 6 કુલ છ રૂમોની અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ આવેલ રોડ પર પડતી દિવાલને લીન્ટર લેવલ સુધીજ લીન્ટર ન તુટે તે રીતે પાડવાની રહેશે.

8.       શાળાની દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં આવેલ એટલેકે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ બાજુએ તથા મામલતદાર ઓફીસ વાળા રોડ પર આવેલા ટોઇલેટ બ્લોકની રોડ પરની દિવાલો લીન્ટર લેવલ સુધીજ લીન્ટર ન તુટે તે રીતે તોડવાની રહેશે.

9.       શાળાની પશ્ચિમ બાજુએ આવેલા રૂમો નંબર 1 થી 6ના પછવાડાની દીવાલો લીન્ટર લેવલ સુધી ઉભી રાખવાની છે અને તે દીવાલોમાં રહેલી બારીઓની ખાલી પડેલી જગ્યાએ ઇટોથીં ચણતર કરી આપવાનું રહેશે.

10.   ટૂકમાં પડવાના થતા ઈમલામાં લીન્ટર લેવલ સુધીની દિવાલો શાળાની કમ્પાઉન્ડ વોલ સ્વરૂપે ઉભી રહે તે રીતે પાડવાની રહેશે અને જરૂર જણાય ત્યાં જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમે પોતાના ખર્ચે ચણતર કરી આપવાનું રહેવાનું રહેશે.

11.   શાળાના રૂમ નંબર 15 અને ઓફીસની સામે રૂમ નંબર 14ની પૂર્વ તરફની ઉભી દિવાલ તોડવાની નથી. શાળાના રૂમ નંબર 14નો સ્લેબ શાળાની હાલ કાર્યરત રહેવાવાળી ઈમારતની દિવાલ સાથે જોડાયેલો છે. માટે આ રૂમ નંબર 14ના સ્લેબને પૂર્વ તરફની દિવાલથી 3 ફૂટ અંતર રાખીને બ્રેકર/કટ્ટર દ્વારા કાપીને અલગ કર્યાબાદ તોડવાનો રહેશે. આ સ્લેબ તોડતી વખતે શાળાની ચાલુ ઈમારતને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તેની અને કોઇ જાનહાની કે ઇજા ન થાય તેની કાળજી લેવાની રહેશે.

12.   હાલ શાળામાંથી ઇમલા તથા કાટમાળને ખસેડવા માટે શાળાના મુખ્ય દ્વારેથી કોઇ વાહનને અંદર લાવી શકાય તેમ નથી. માટે ઇમલા તથા કાટમાળને ખસેડવા માટે અલાયદી વ્યવસ્થા કરવી પડે તેમ છે. આ પ્રકારની વ્યવસ્થા શાળાના રૂમ નંબર 1ની રોડ ઉપરની પશ્ચિમ તરફની દિવાલ તોડીને કરી શકાશે. પરંતું આવી વાહનોની અવર જવર કરવા માટેની જરૂરી વ્યવસ્થઆ કામચલાઉ ધોરણે જ કરવાની રહેશે. આ વ્યવસ્થા આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે પોતેજ પોતાના ખર્ચે કરવાની રહેશે. અને આ કલમમાં જણાવેલ દિવાલ સિવાય બીજી કોઇ દિવાલ આ હેતુંસર તોડવાની રહેશે નહી. અને આ કામ પુરૂ થયેથી કામચલાઉ વ્યવસ્થા તોડેલી માટે રૂમ નંબર 1ની દિવાલને (જે હવે શાળાની કમ્પાઉન્ડ વોલનો એક ભાગ છે) આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે પોતાના સ્વખર્ચે પુનઃ બનાવી આપવાની રહેશે.

13.   હરરાજીમાં કાટમાળ તથા ઇમલો રાખનાર ઇસમએ પોતાના ખર્ચે અને જોખમે શાળાનો કાટમાળ અને ઇમલો તોડવાનો તથા ઉપાડવાનો રહેશે. આ કામગીરી દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઇ પ્રકારની ઇજા કે જાનમાલની નુક્સાની ન થાય તેની તકેદારી તેમણે લેવાની રહેશે. આમ છતાં જો કોઇ વ્યક્તિ કે સંસ્થાને ઇજા કે જાનમાલની નુકશાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી હરરાજીમાં કાટમાળ તથા ઇમલો રાખનાર ઇસમની સુવાંગ રહેશે.

14.   જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે ઇસમ તેના દ્વારા દિન-45 માં આ કાટમાળ તથા ઇમલો જો ઉપાડવામાં નહીં આવે અથવા કાટમાળ તથા ઇમલો ઉપાડવા/તોડવા/દૂર કરવાની કાર્યવાહી દરમિયાન કોઈ અન્ય પ્રકારની નુકસાની થશે, તો આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ભરેલ ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે. અને તેના દ્વારા થયેલ નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.

15.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ઇમલો તથા કાટમાળ પાડવાની/તોડવાની/દૂર કરવાની/ખસેડવાની કોઇપણ કામગીરી કરતી વખતે શાળાના અડોશ-પડોશના લોકો તેમજ સંસ્થાઓને નુકસાન ન થાય, શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેમજ ટ્રાફિકને અડચણરૂપ ન થવાય તે બાબતે કાળજી લેવાની રહેશે.

16.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કામ દરમિયાન કોઇપણ પ્રકારની કાયદાકીય ગુંચવણ ઊભી કરવાની નથી. જો કોઇ બહારની વ્યક્તિ દ્વારા કાયદાકિય ગુંચવણ ઊભી થતાં કામ રોકાશે તો તે માટે કન્યાશાળા-બગસરા કે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા કોઇપણ રીતે જવાબદાર નથી.

17.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કોઇપણ પ્રકારની રાજકીય કે ખાતાકીય ગુંચવણ/દબાણ પણ ઊભી કરવાનું નથી. આવું કર્યેથી આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમની ડીપોઝીટની રકમ તુરંત કોઇપણ કારણ આપ્યા સીવાય એસ.એમ.સીને જપ્ત કરી લેવાનો અબાધીત હક રહેશે.

18.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે શાળામાં ભણતા બાળકો/શિક્ષકો તેમજ વાલીઓ અને એસ.એમ.સી.ના સભ્યો પૈકી કોઇપણ સાથે કોઇપણ પ્રકારનું ગેરવર્તન કરવાનું નથી.

19.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ઇમલો તથા કાટમાળને પાડવાની/હટાવવાની/તોડવાની/દૂર કરવાની કોઇપણ પ્રક્રિયા દરમિયાન શાળાના હયાત રાખવાના મકાન, કમ્પાઉન્ડ વોલ, હયાત રાખવાના ટોઇલેટ બ્લોક, શાળાના દરવાઝા, બારી કોઇપણ ભાગને નુકસાન પહોંચે નહી તેની તકેદારી રાખવાની છે. જો કોઇપણ કારણોસર શાળાને કોઇપણ પ્રકારની નુકસાની જશે તો તેની ભરપાઇ આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કરવાની રહેશે.

20.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે આ કામ કરવા માટે પાણી, ઇલેક્ટ્રીક પાવર, મજુર, ટ્રાન્સપોર્ટેશન ઇત્યાદીની વ્યવસ્થા પોતાની રીતે પોતાના ખર્ચે કરવાની રહેશે. શાળાના પાણી તેમજ ઇલેક્ટ્રીક પાવરનો ઉપયોગ આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે કરવાનો નથી.

21.   ઉપરોક્ત શરતો પૈકી કોઇપણ શરતનો ભંગ થયેથી આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમની ડિપોઝીટની રકમ જપ્ત લેવામાં આવશે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

22.   આ ઉપરાંત જરૂર જણાયે ઉપરોક્ત શરતો પૈકી કોઇપણ શરતનો ભંગ થયેથી આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

23.   ન્યાયક્ષેત્ર બગસરા રહેશે.

24.   આ કામ રાખનાર સૌથી વધારે બોલી બોલનાર ઇસમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે સરકારશ્રી દ્વારા વખતો વખત આપવામાં આવતી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

25.   શાળા, સમાજ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણના હિતમાં એસ.એમ.સી. કલમ-1માં જણાવેલ શાળાના ઇમલા તથા કાટમાળને પાડવાની પ્રક્રિયા સમગ્ર રીતે કે અંશતઃ રીતે અટકાવવાના કે ફેરફારો કરવાના પોતાના અધિકારો સુરક્ષીત રાખે છે.

26.   ડિપોઝીટની રકમ પરત મેળવવા માટે શાળા તરફથી આપવામાં આવેલ ઓરજીનલ પાવતી રજુ કરવી ફરજીયાત છે.

27.   શાળાના ઇમલા તથા કાટમાળ પાડીને દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇસમે આ કામ રાખેલ છે તેમણે તથા તેમના માણસોએ કોવિડ-19ની સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

જાહેર હરરાજીના નિયમો તથા હરરાજીની શરતો

    જાહેર હરરાજીના નિયમો તથા હરરાજીની શરતો 

    આથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા શહેરમાં આવેલ કન્યાશાળા-બગસરાના મકાનના જર્જરીત થયેલા 14 સ્લેબવાળા રૂમોને પાડીને ઇમલો તથા કાટમાળ દૂર કરીને જગ્યા ખુલ્લી કરી આપવા બાબતે તા. 13/11/2021ના રોજ અમરેલી એક્સપ્રેસ દૈનિકપત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ નક્કી કરેલી શરતો.



1.       જાહેર હરરાજીમાં કોઇપણ ઇસમ આ સાથેના નિયમો તથા શરતોનું પાલન કરીને ભાગ લઇ શકશે.

2.       જાહેર હરરાજીમાં ભાગ લેનાર કોઇપણ ઇસમ ભારતીય નાગરીક હોવો જોઇએ.

3.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે સરકારશ્રીમાં માન્ય હોય તેવું ઓળખપત્ર તથા ઓળખપત્રની સ્વપ્રમાણીત કોપી રજુ કરવાની રહેશે.

4.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે રૂપીયા 20,000/- (અંકે રૂપીયા વીસ હજાર પુરાની)ની ડિપોઝીટ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે રોકડેથી જમા કરાવવાની રહેશે. અને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી તે સબબની પહોંચ મેળવી લેવાની રહેશે.

5.       જાહેર હરરાજીમાં ઉપસ્થિત રહેવા માટે કોઇપણ ઇસમે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી નિયત રકમ ચુકવી નિયત શરતો તેમજ પ્રાથમિક માહિતીનું ફોર્મ મેળવવાનું રહેશે. આ ફોર્મ ભરીને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે તે ડિપોઝીટની રકમ સાથે જમાં કરાવવાનું રહેશે.

6.       જાહેર હરરાજીમાં ભાગ લેનાર કોઇપણ ઇસમે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસેથી મળેલ ડિપોઝીટ ભર્યા બદલની પહોંચ તથા ઓરીજનલ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. અને માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે.

7.       ઉપરની શરતો 2 થી 6 પૈકી એકપણ શરતનું પાલન ન કરતાં હોય, તેવા કોઇપણ ઇસમને જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં નહી આવે. અને જો તેમ છતાં કોઇપણ ઇસમ ઉપરોક્ત શરતો 2 થી 6 નું પાલન કર્યા સિવાય હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયાસ કરશે તો તેમની વિરૂદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

8.       જે કોઇ ઇસમ આ જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતો હોય, તેમણે ઉપરોક્ત શરતો 2 થી 6નું ફરજીયાત પણે પાલન કરવાનું જ રહેશે.

9.       જે કોઇ ઇસમ આ જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેતો હોય, તેઓએ હરરાજીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોતાની સાથે કોઇપણ અન્ય ઇસમને રાખવાના નથી. જો અન્ય કોઇ ઇસમ તેમની સાથે હશે તો ઉપરોક્ત શરતો 2 થી 6નું પાલન થતું ન હોય, ઉપરોક્ત શરત 7ના અનુસંધાને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જે વ્યક્તિ સાથે તે આ હરરાજીમાં આવેલ હોય, ભલે તેમણે ઉપરોક્ત શરત 2 થી 6નું પાલન કરેલ હોય, પરંતુ આ શરત નંબર 9 નું પાલન કરેલ ના હોય, તેમને પણ હરરાજીની પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે, તેમની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવશે અને તેઓએ બોલેલી બોલીઓને રદ ગણવામાં આવશે.

10.   જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમે શાળાના બાળકો, શાળાનો સ્ટાફ, શાળાના આચાર્યશ્રી તેમજ શાળાની એસ.એમ.સી. અને આ પ્રક્રિયા માટે એસ.એમ.સી. દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તવું જોઇશે. જો કોઇ ઇસમ આવું કરવામાં ચુક કરશે તો તેમને હરરાજીની પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવશે, તેમની ડિપોઝીટની રકમ જપ્ત કરી લેવામાં આવશે અને તેઓએ બોલેલી બોલીઓને રદ ગણવામાં આવશે. અને તેમની વિરૂદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

11.   જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમ જેમણે હરરાજીમાં સૌથી વધારે બોલી બોલેલી છે તેઓએ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા, તા. બગસરા, જી. અમરેલી દ્વારા નક્કી કરેલી તમામ શરતોના પાલન માટે જરૂરી સમજૂતી કરાર સરકારશ્રીના પ્રવર્તમાન કાયદાનુસાર કરવાનો રહેશે. આવો સમજુતી કરાર, બોલીની 100 ટકા રકમ સાથે નિયત સમયમર્યાદામાં (હરરાજીના બીજા દિવસ સુધીમાં) એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમાં કરાવવાનો રહેશે.

12.   આ ઇમલા તથા કાટમાળની અપસેટ કિંમત રૂ.1,94,500/-  (અંકે રૂપીયા એક લાખ ચોરાણું હજાર પાંચસો પુરા) નક્કી થયેલ હોય, જાહેર હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેનાર કોઇપણ ઇસમે તે કરતાં વધુ બોલી જ લગાવવાની રહેશે.

13.   હરરાજીમાં રૂ 1000/- ના રાઉન્ડ ફિગરમાંજ રકમની બોલી બોલવાની રહેશે. (એટલે કે 1,95,000/, 1,96,000/-, 1,97,000/- એમ.....)

14.   હરરાજીની પ્રક્રિયામાં ઓછામાં ઓછા ૩ ઇસમો હાજર હશે અને હરરાજી માટે ઓછામાં ઓછી 3 બોલીઓ બોલાયેલી હશે તો જ હરરાજીની પ્રક્રિયા માન્ય રહેશે.

15.   હરરાજીમાં સૌથી વધારે રકમની બોલી જ મંજૂર કરવામાં આવશે. સૌથી વધારે રકમની આખરી બોલી મંજૂર થયેથી, જે તે ઇસમએ પોતે બોલેલી બોલીની મંજૂર થયેલી રકમ પૈકીની 25% રકમ સ્થળ પર જ પંચોની સમક્ષ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમા કરાવવાની રહેશે.

16.   જે ઇસમની હરરાજીની બોલી મંજૂર થયેલ હોય, તે ઇસમએ હરરાજીના બીજા જ દિવસે બાકીની ૭૫% રકમ એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે જમા કરાવવાની રહેશે.

17.   શાળામાં બોલીની રકમ સંપૂર્ણ રકમ (100 ટકા રકમ) તથા જરૂરી સમજુતી કરાર (ઓરીજનલ કોપીમાં) જમા કરાવ્યા બાદજ જે તે ઇસમને ઇમલો અને કાટમાળ પાડવા માટેનો જરૂરી વર્કઓર્ડર આપવામાં આવશે તેમજ એસ.એમ.સી. દ્વારા જણાવેલ તારીખથી કામ શરૂ કરવાનું રહેશે.

18.   જે ઇસમની બોલી મંજૂર થયેલી હશે, તે વ્યક્તિની ડીપોઝીટની રકમ ઇમલો તથા કાટમાળ દૂર કરવાનું કામ સંપૂર્ણ પણે અને સંતોષકારક રીતે પુરૂ થયા બાદજ પરત કરવામાં આવશે.

19.   હરરાજીમાં ભાગ લેનારા અન્ય ઇસમો કે જેની બોલીઓ મંજૂર થયેલ નથી, તેઓની ડીપોઝીટની રકમ હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થયેથી હરરાજીના દિવસેજ સાંજ સુધીમાં તેઓની પાસેથી પાકી પહોંચ લઇને એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી મારફતે પરત કરવામાં આવશે.

20.   જો હરરાજીની આખરી બોલી બોલનાર ઈસમ હરરાજીના દિવસેજ 25% રકમ ભરવામાં નિષ્ફળ જશે કે બાકીની 75% ટકા રકમ બીજા દિવસે ભરવામાં નિષ્ફળ જશે તો તેમની ડિપોઝીટની રકમ જપ્ત કરીને ક્રમશ: તેમની પહેલાના ક્રમે બોલી બોલનાર ઇસમની બોલીને આખરી ગણવામાં આવશે. અને તે ઇસમને ઉપરોક્ત શરતો 15 થી 19 મુજબ કાર્યવાહી થવા જાણ કરવામાં આવશે. અને જો કોઇ તેમની પહેલાના ક્રમે બોલી બોલનાર ઇસમ નહી હોય તો હરરાજીની પ્રક્રિયા નિયમાનુસાર ફરીથી કરવામાં આવશે.

21.   કોઇપણ કારણઓ દર્શાવ્યા સિવાય કોઇપણ બોલીને મંજૂર રાખવી કે નામંજૂર રાખવી તેનો સંપૂર્ણ હક્ક એસ.એમ.સી. કન્યાશાળા-બગસરાને તથા એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા દ્વારા આ માટે અધિકૃત કરેલ અધિકારીઓને સ્વાધિન રહેશે.

22.   હરરાજીની પ્રક્રિયામાં ગેરકાયદેસર રીતે ઉપસ્થિત રહેનાર, હરરાજીની પ્રક્રિયાને કોઇ અન્ય રીતે દૂષિત કરનાર કે હરરાજીની પ્રક્રિયા વખતે અસભ્ય/ગુનાહિત વર્તન કરનાર ઇસમોની ડિપોઝીટ જપ્ત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

23.   અહી જણાવેલી કોઇપણ શરતો પૈકી એકપણ શરતમાં કોઇ ફેરફાર કરવો, છુટછાટ આપવી કે કોઇ શરત રદ કરવી કે કોઇ નવી શરત ઉમેરવી તે માટે એસ.એમ.સી. કન્યાશાળા-બગસરા પોતાનો અધિકાર સ્વાધિન રાખે છે.

24.   હરરાજીમાં આવનાર/ભાગ લેનાર તમામ ઇસમોએ કોવિડ-19 ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

25. જે ઇસમની બોલી મંજુર થશે તેમણે શાળાનો ઉપર જણાવેલ ઇમલો દિન-45માં ઉપાડી લેવાનો રહેશે અને શાળાની જગ્યા જમીન સ્તર સુધી ચોખ્ખી કરી આપવાની રહેશે. 

26. જે ઇસમની બોલી મંજુર થશે તેમણે કરવાના સમજુતી કરારની નકલ આ બ્લોગ પર ઉપલબ્ધ છે. આ શરતો મુજબજ શાળાનો ઇમલો પાડીને કાટમાળ દુર કરવાનો રહેશે. 

Thursday, July 4, 2013

Praveshotsav-2013

Shala Praveshotsav








Wednesday, January 30, 2013

કિશોરી મેળો 

“હું રાષ્ટ્રનું ધન છું, સંગમ સ્થાન છું, ચોસઠ કલાઓનો સંગમ છુ.” - નારી 


 માન. જિલ્લા પ્રોજેક્ટ કૉ.ઓર્ડિનેટરશ્રી, સર્વ શિક્ષા અભિયાન, અમરેલી જિલ્લા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, અમરેલીના તા. 02/01/2013ના પરિપત્ર ક્રમાંક SSAM/GENDER/12/5706-5819 તથા એસએસએ/જેન્ડર/કિશોરીમેળા/2012/5829-5838 અન્વયે બગસરા બ્લોક રિસોર્સ કૉ-ઓર્ડિનેટરશ્રી ઘનશ્યામભાઇ સિંધવ સાહેબશ્રી તરફથી મળેલ સૂચનાના અનુસંધાને તથા બગસરા શાળા નં.1 ક્લસ્ટર રિસોર્સ કૉ-ઓર્ડિનેટરશ્રી કિશોરભાઇ રંગાડિયાના માર્ગદર્શન હેઠળ અત્રેની કન્યાશાળા – બગસરા ખાતે ત્રણ દિવસીય કિશોરીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં નીચે મુજબના આમંત્રિતો, તજજ્ઞો, ફેસીલિટેટરશ્રીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ, તથા અન્ય શાળા બહારથી આવેલી કિશોરીઓએ ભાગ લિધેલ હતો. કિશોરીમેળામાં પસંદગી પામનાર કિશોરીઓના વાલીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી. 

ક્રમ     હાજર રહેલ આમંત્રિત મહેમાન       હોદ્દો 
1 કિશોરભાઇ ભી. રંગાડિયા CRC કોઓર્ડિનેટર 
2 દિપાબેન એમ. ગોહેલ આમંત્રિત તજજ્ઞ (મેઘાણી હાઇસ્કૂલ બગસરા) 
3 કિર્તીબેન કે. યાદવ આમંત્રિત તજજ્ઞ (પી.એચ.સી. બગસરા)
 4 સતિષભાઇ એન. સતાસિયા તજજ્ઞ (વિદ્યા સહાયક) કન્યાશાળા બગસરા 

ક્રમ    હાજર રહેલ SMC સભ્ય/વાલી      હોદ્દો 
1 મીનાબેન એ. અભાણી અધ્યક્ષ 
2 અશોકભાઇ અભાણી વાલી 2 અલ્પેશભાઇ એચ. પરમાર ઉપાધ્યક્ષ 
3 રવિશંકરભાઇ વેગડા ન.પા. સભ્ય 

 ક્રમ     હાજર રહેલ ફેસીલીટેટર     હોદ્દો
 1 નયનાબેન બી. ગોહિલ ફેસીલીટેટર
 2 હંસાબેન બી. જોષી ફેસીલીટેટર 
3 દામીનીબેન આર. પરમાર





 ફેસીલીટેટર કિશોરીમેળામાં ત્રણ દિવસ હાજર રહેલા શાળાની વિદ્યાર્થીનીઓ (70 %) 
ક્રમ જ.ર. નંબર જન્મ તારીખ વિદ્યાર્થીનું પુરુ નામ ધોરણ/વર્ગ જાતિ 
1 9016 28/03/03 પંડ્યા જાનવી કેતનભાઇ 5 GEN
 2 9019 30/06/02 ચુડાસમા સંજના મનસુખભાઇ 5 SC 
3 9026 02/11/02 નકુમ પુજા રમેશભાઇ 5 OBC
4 9013 30/04/03 મકવાણા અંજલી જેન્તીભાઇ 5 OBC 
5 9060 24/02/03 મેવાડા નિતા અમરાભાઇ5 OBC 
6 9058 21/07/03 ચૌહાણ નિલમ અમિનભાઇ 5 OBC 
7 9146 06/08/03 ખીમાવત નમિરા ફારૂકભાઇ 5 લઘુમતી 
8 8927 15/12/01 હડીયલ ભક્તિ અરવિંદભાઇ 6 OBC 
9 8926 01/02/02 નકુમ પુજા ચંદ્રેશભાઇ 6 OBC 
10 8923 21/10/01 શેખડા ધરતી દલપતભાઇ 6 GEN 
11 8963 14/08/01 પરમાર નિધી અલ્પેશભાઇ 6 OBC 
12 9138 19/09/02 પરમાર ભક્તિ રમેશભાઇ 6 OBC 
13 8945 29/04/02 લુણાગરીયા પૂર્વિશા જિતેન્દ્રભાઇ 6 GEN 
14 9043 11/11/00 લશ્કરી આરતી જયેશકુમાર 6 OBC 
15 8836 08/02/01 બોરીચા હેતલ નવનિતભાઇ 7 SC 
16 8855 24/01/01 વાઘેલા ખુશાલી રમેશભાઇ 7 OBC 
17 8889 23/04/01 સોનિગરા અંકિતા ધિરજલાલ 7 OBC 
18 9259 27/01/01 ચૌહાણ શિવાની દિનેશભાઇ 7 OBC 
19 8839 10/06/01 બાવળિયા જાનવી જયેશભાઇ 7 OBC
 20 8942 08/08/00 અગવાન રાબિયા રહિમભાઇ 7 લઘુમતી 
21 9349 29/09/99 લંગારિયા અવની કિશોરભાઇ 7 OBC 
22 9007 18/06/00 કસવાળા ભુમિતા બાલુભાઇ 8 અ GEN 
23 8802 05/12/99 પરમાર રૂચીબહેન દિનેશકુમાર 8 અ OBC
24 9157 20/11/99 નાંઢા દેવયાની કિશોરભાઇ 8 અ OBC 
25 9089 04/03/00 ડાભી ખુશ્બુ ધર્મેન્દ્રભાઇ 8 અ OBC
 26 8993 20/01/00 ડાભી ક્રિના પ્રકાશભાઇ 8 અ OBC 
27 9186 04/05/00 વૈષ્ણવ અંકિતા દિલિપભાઇ 8 અ OBC
 28 8793 29/08/00 વાળા મિતલબેન નાગભાઇ 8 અ OBC
 29 8719 13/03/00 સોંડાગર જાનવી હર્ષદભાઇ 8 બ OBC 
30 8723 25/07/00 માળવી પુજાબહેન રામજીભાઇ 8 બ OBC 
31 8720 03/10/97 જાદવ નિધીબેન ધર્મેન્દ્રભાઇ 8 બ OBC 
32 9345 31/07/00 મકવાણા ખુશાલીબેન જયંતિભાઇ 8 બ OBC 
33 9352 16/11/99 શેખ ફરજાના રહિમભાઇ 8 બ OBC
 34 9360 30/08/98 ખાંદલ ધારાબેન અશ્વિનભાઇ 8 બ OBC 
35 9335 01/10/99 ચૌહાણ સેજલ નરેન્દ્રભાઇ 8 બ

OBC કિશોરીમાં હાજર રહેલી શાળા બહારની કિશોરીઓ (30 %) 
ક્રમ કિશોરીનું નામ જાતી 
1 ગાયત્રી પ્રવિણભાઇ જોગેલ OBC 
2 અનિષા અનવરભાઇ ભીમાણી લઘુમતી 
3 મદિના કાદરભાઇ બારેજીયા લઘુમતી
 4 કિર્તી કરશનભાઇ સોલંકી SC 
5 રૈના ઇલ્યાસભાઇ મામોડિયા લઘુમતી 
6 દિવ્યા મોહનભાઇ દાફડા SC 
7 નંદની લક્ષમણભાઇ વાળા OBC
 8 સેજલ ભાભલુભાઇ કહોર OBC
 9 અલ્કા ભરતભાઇ જલસાણીયા OBC
 10 કાજલ ધનજીભાઇ દાફડા SC
 11 નેહા વિનુભાઇ ઇટોળીયા OBC
 12 પુજા અશ્વિનભાઇ મીટાળીયા OBC 
13 નયના ભાભલુભાઇ કહોર OBC 
14 આશિયાના અલ્તાફભાઇ શેખ લઘુમતી
 15 શ્રદ્ધા મહેશભાઇ જલસાણીયા OBC

 કિશોરીમેળો- પ્રથમદિન 
કન્યા એટલે...... મોગરાની મહેંક...... ગુલાબની ભવ્યતા અને...... પારિજાતની દિવ્યતા...... અત્રેની કન્યાશાળા બગસરામાં તા. 16/01/2013થી તા. 18/01/2013 દિવસ ત્રણ સુધી સર્વશિક્ષા અભિયાન મિશનના સૌજન્યથી કિશોરીમેળાની સુંદર ઉજવણી કરવામાં આવી. આ મેળાની જાણ અગાઉથી વાલીઓને કરવામાં આવેલી હતી. આ મેળામાં 50 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહનું સંચાલન ધોરણ 8 બ ની વિદ્યાર્થિની નીધી ધર્મેન્દ્રભાઇ જાદવે કર્યું હતું.  કિશોરીમેળાની વિશેષતા કિશોરીમેળાનું ઉદ્ઘાટનઃ- આ મેળાની વિશેષતા હતી “મટકીફોડ ઉદ્ઘાટન”. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મટકી ફોડીને કરવામાં આવેલ જે શાળાના ઉત્સાહી આચાર્ય હિમાંશુભાઇ છાટબારના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ ઉદ્ઘાટન પ્રસંગનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ શાળાની તમામ બાળાઓએ તથા શાળાના સ્ટાફ પરિવારે ઉત્સાહભેર લીધેલો હતો. તથા CRC કોઓર્ડિનેટર શ્રી કિશોરભાઇ રંગાડીયાએ પણ આ કાર્યક્રમ નિહાળેલ હતો. ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત કિશોરી અભીનય ગીતથી (ઠુમક મૈ તો નાચુંગી - ) કિશોરીઓમાં કાર્યક્રમ પ્રત્યે ઉત્સાહ પ્રેરિત કરવા માટે તથા કિશોરીઓના સપનાઓને પ્રેરિત કરતું ગીત) શિક્ષણની ભવાઇ નાટક (રંગલો-નિધી જાદવ, રંગલી-દેવયાની નાંઢા) ભવાઇના રંગલો રંગલી પાત્ર દ્વારા શિક્ષણનું મહત્વ, અનિયમિત બાળકોને સંદેશો તથા દિકરા-દિકરી એક સમાન જેવી વાતો રજુ કરવામાં આવી. કિશોરીગીત (ગીત ગા રહે હૈ હમ - ) નવી પરંપરાનું ઉદ્ઘાટન, પરાક્રમ, સહિયારો પ્રયાસ, વહેંચીને ખાવાની ભાવના, અન્યાય સામે પ્રતિકારનું પ્રતિક એટલે મટકીફોડ  વિષય પ્રવેશ કિશોરીમેળો શા માટેઃ- આ દિવસના કિશોરીમેળાના ફેસીલીટેટર શ્રી નયનાબેન ગોહિલે કિશોરીમેળો શા માટે તે બાબતે વિષયપ્રવેશ કરાવેલ હતો. તેઓએ તમામ કિશોરીઓને મટકી ફોડ કાર્યક્રમનો હેતુ શું છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે શ્રી કૃષ્ણનું ઉદાહરણ આપી મટકી ફોડનો હેતુ સમજાવ્યો હતો.  નાસ્તા માટે વિરામઃ- આજના કિશોરીમેળાના કાર્યક્રમમાં તમામ કિશોરીઓને નાસ્તમામાં સમોસા આપવામાં આવ્યા હતાં.  રમત ગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓઃ- (1) સ્વપરિચય (2) એક કાપડનો વિવિધ ઉપયોગ (3) પોતાના સારા તથા નરસા ગુણોની યાદી બનાવી સમૂહમાં ચર્ચા કરવી (4) મને કન્યા હોવું ગમે છે-મારી આદર્શ નારી વગેરે જેવા વિષય પર સમૂહ ચર્ચાઓ  કેરિયર માર્ગદર્શનઃ- મેઘાણી હાઇસ્કૂલ – બગસરાના શિક્ષિકા શ્રી દિપાબેન એમ. ગોહેલ આજના કિશોરીમેળાના કાર્યક્રમમાં કિશોરીઓને ખુબજ સુંદર રીતે કેરિયર માર્ગદર્શન આપ્યું હતું.  કિશોરીઓને મુંજવતા પ્રશ્નો (પ્રશ્નપેટી કાર્યક્રમ):- પ્રથમ દિવસના અંતે પ્રશ્નપેટી મુકવામાં આવી અને તમામ કિશોરીઓને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાને મુંજવતા કોઇપણ પ્રશ્નો એક કોરા કાગળ પર લખી અને આ પેટીમાં નાખે, આવતી કાલે સવારે જ્યારે આપણે ફરીથી કિશોરીમેળામાં એક્ઠા થશું ત્યારે આ પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીશું.

 કિશોરીમેળો-બીજો દિવસ 
 આગળના દિવસની પ્રવૃત્તિઓની તથા પ્રશ્નપેટીમાં આવેલા પ્રશ્નોની ચર્ચાઃ- કિશોરીમેળાના બીજા દિવસનો પ્રારંભ કિશોરીમેળાના પ્રથમ દિવસે કરવામાં આવેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ચર્ચા દ્વારા આજના ફેસીલીટેટર શ્રી હંસાબેન બી. જોશીએ કરી હતી. તેઓએ કન્યાઓને આ કાર્યક્રમો દ્વારા કેવી મજા આવી તેમજ તેના દ્વારા શું જાણવા મળ્યુ તેમજ શું શીખવા મળ્યું તેવી બાબતો પર વિશેષ ચર્ચા કરી, ત્યારબાદ પ્રથમ દિવસે મુકેલ પ્રશ્નપેટીમાં મળેલા પ્રશ્નોનું મુકવાંચન કર્યું, અને તેમાંથી મહત્વના તમામ પ્રશ્નોના જવાબો આપવાની કોશીષ કરી, અંતે બીજા દિવસના કિશોરીમેળાના તમામ કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપી.  શબરીનું નાટકઃ- કિશોરીમેળાના બીજા દિવસે કન્યાઓએ સુંદર મજાનું નાટક “શબરી” ભજવ્યું હતું. અને સ્ત્રીઓની માં રહેલા સહનશક્તિ, એકાગ્રતા વગેરે જેવા ગુણોનું નિદર્શન કર્યું હતું.  કન્યાઓને અસમાનતાઓ અને તે નિવારવા માટે શિક્ષક દ્વારા સાચી માહિતી અને માર્ગદર્શનઃ- મમ્મીનું ઘરમાં સ્થાન, સ્ત્રી સશક્તિકરણના પ્રેરણાત્મક ઉદાહરણો (સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, કિરણ બેદી, ઇંદિરા ગાંધી, પ્રતિભા પાટિલ, પી.ટી.ઉષા વગેરે...), શાળાના શિક્ષિકા શ્રી દામિનીબેન પરમાર તથા શ્રી હંસાબેન જોષીએ ફુલછાબ ન્યુઝપેપરની મદદથી સ્ત્રી સશક્તિકરણના ઉદાહરણો લીધા. કન્યાઓએ પણ “ક્રિષ્ના હૈ...” અભીનય ગીત રજુ કર્યું. કન્યાઓને ઘર, શાળા કે સમાજમાં અનુભવવી પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી, કન્યાઓને કિશોરી અવસ્થામાં કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવો તેમજ સાવચેતી રાખવી તેની સમજ આપવામાં આવી. કન્યાઓએ પોતાની દરેક દરેક વાત પોતાની માતાથી છુપાવવી નહી, પરંતુ ચોક્કસ પણે કહેવી. દિકરા દિકરી બાબતમાં ઘરનું વાતાવરણ તથા નાના ભાઇ પ્રત્યે મોટી બહેનનો સ્નેહ વિષે ચર્ચા કરી.  નાસ્તા માટે વિરામઃ-  કન્યાઓમાં પોષણ અંગે માર્ગદર્શનઃ- કન્યાશાળાના શિક્ષિક શ્રી સતિષભાઇ સતાસિયાની મદદથી અને સલાહ સૂચનથી કિશોરીઓને કિશોરાવસ્થા દરમિયાન પોષક આહારનું મહત્વ સમજાવતો એક વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમા કિશોરીઓએ રોલપ્લે અને નૃત્યનાટિકા જેવી પ્રવૃત્તિ દ્વારા પોષક આહારનું મહત્વ સમજ્યું હતું.  કિશોરીઓને મુંજવતા પ્રશ્નો (પ્રશ્નપેટી કાર્યક્રમ):- બીજા દિવસના અંતે પ્રશ્નપેટી મુકવામાં આવી અને તમામ કિશોરીઓને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાને મુંજવતા કોઇપણ પ્રશ્નો એક કોરા કાગળ પર લખી અને આ પેટીમાં નાખે, આવતી કાલે સવારે જ્યારે આપણે ફરીથી કિશોરીમેળામાં એક્ઠા થશું ત્યારે આ પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીશું. 

કિશોરીમેળો-ત્રીજો દિવસ 
  આગળના દિવસની પ્રવૃત્તિઓની તથા પ્રશ્નપેટીમાં આવેલા પ્રશ્નોની ચર્ચાઃ- કિશોરીમેળાના બીજા દિવસનો પ્રારંભ કિશોરીમેળાના પ્રથમ દિવસે કરવામાં આવેલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની ચર્ચા દ્વારા આજના ફેસીલીટેટર શ્રી દામિનીબેન પરમારે કરી હતી. તેઓએ કન્યાઓને આ કાર્યક્રમો દ્વારા કેવી મજા આવી તેમજ તેના દ્વારા શું જાણવા મળ્યુ તેમજ શું શીખવા મળ્યું તેવી બાબતો પર વિશેષ ચર્ચા કરી, ત્યારબાદ બીજા દિવસે મુકેલ પ્રશ્નપેટીમાં મળેલા પ્રશ્નોનું મુકવાંચન કર્યું, અને તેમાંથી મહત્વના તમામ પ્રશ્નોના જવાબો આપવાની કોશીષ કરી, અંતે ત્રીજા દિવસના કિશોરીમેળાના તમામ કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપી.  માસિક આરોગ્ય અને સ્વચ્છતાઃ- તમારી કિશોરાવસ્થા વીશે જાણો, કિશોરીવસ્થાનું પ્રજનનલક્ષી આરોગ્ય, કિશોરીઅવસ્થા દરમિયાન માનસિક અને ભાવાત્મક ફેરફારો, માસિક અને માસિક આરોગ્ય તથા સ્વચ્છતા વગેરે જેવા મુદ્દાઓ પર કિર્તીબેન યાદવે વિદ્યાર્થિનીઓને ખુબજ સુંદર અને સચોટ માહિતી આપી હતી.  નાસ્તા માટે વિરામઃ-  સ્ત્રી પ્રતિભાઓ વિશેની સમજઃ- દિકરો – દિકરી એક સમાન, હંમેશા કુમાર અને કન્યા એમ અલગ કેમ?, ભારતની તથા વિદેશ પ્રખ્યાત સ્ત્રી પ્રતિભાઓનો પરિચય, પ્રવૃત્તિ દ્વારા સ્ત્રીઓ કેમ પુરૂષ સમોવડી બની શકે તેની સમજ, સમાનતા માટે શિક્ષણનું મહત્વ, સ્વ પોષણ માટે સ્ત્રીઓ દ્વારા ચાલતા ગૃહઉદ્યોગોની સમજ વગેરે જેવા મુદ્દા પર શાળાના શિક્ષિકા હંસાબેન જોષીએ કન્યાઓને ખુબજ સરસ રીતે અભીમુખ કર્યા.  કિશોરીમેળાનું સમાપનઃ- બીજા દિવસના અંતે તમામ કિશોરીઓને તેઓના માતા, પિતા તથા જો હયાત હોય, તો દાદીમાંને કિશોરીમેળામાં કિશોરીમેળાના અંતિમ દિવસે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વાલીઓજ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રીજા દિવસના અંતે તમામ કિશોરીઓએ, તેમના ઉપસ્થિત વાલીઓએ, શિક્ષકોએ, તજજ્ઞોએ તેમજ SMCના સભ્યોએ પોતાના પ્રતિભાવો લેખીતમાં તેમજ મૌખીક રીતે આપ્યા હતાં. જેનો ફલિતાર્થ નીચે મુજબ છે.  તમામ માતા પિતાઓ તથા વાલીઓએ એવુ જણાવ્યું કે હવે પહેલા ભાઇ અને પછી બેન એમ નહી પરંતુ ભાઇ-બહેન બંને સાથે.  તમામ વડિલોએ એવો પણ નિર્ણય કર્યો કે ઉમરલાયક થયા પછીજ સગાઇ અને લગ્ન કરવા.  બાળકોને કુમાર હોય કે કન્યા શિક્ષણ આપવું ફરજીયાત.  દિકરીઓમાં સ્વાસ્થ્ય જાળવણી માટે પોષક આહારનું મહત્વ સમજાયુ હોય, હવેથી તેમના પોષક આહારને વધારે મહત્વ આપશું.  કન્યાઓમાં રહેલા ટેલેન્ટના આધારે તેને આગળ વધવાની તક પુરી પાડીશું.

Saturday, January 12, 2013

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને પંચાયતી રાજ સંસ્થા (PRI)ના સભ્યોની તાલીમ

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)અને પંચાયતી રાજ સંસ્થા (PRI)ના સભ્યોની તાલીમ તા. 07/01/2013 થી તા. 08/01/2013 માન. જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટરશ્રીની કચેરી, સર્વ શિક્ષા અભિયાન, અમરેલી ના તા. 02/01/2013 ના પરિપત્ર ક્રમાંક SSA/Com-Mobi/13/5839 અન્વયે, બગસરા બ્લોક રિસોર્સ કો.ઓર્ડિનેટર સાહેબશ્રી તરફથી મળેલ સૂચનાના અનુસંધાને આજ રોજ અત્રેની કન્યાશાળા – બગસરા, તા. બગસરા જિ. અમરેલી ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ અને પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની બે દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નીચે મુજબના SMC સભ્યો તાલીમ મેળવવા માટે હાજર રહ્યાં હતાં. ક્રમ તાલિમાર્થીનું નામ SMC માં હોદ્દો સંવર્ગ 1 શ્રી મીનાબેન એ. અભાણી અધ્યક્ષ વાલી 2 અલ્પેશભાઇ એચ. પરમાર ઉપાધ્યક્ષ વાલી 3 ઘુસાભાઇ ગોંડલિયા સભ્ય વાલી 4 વહિદાબેન એફ. ખીમાવત સભ્ય વાલી 5 કિરણભાઇ આર. ખીરૈયા સભ્ય વાલી 6 હિમાંશુભાઇ જે. છાટબાર સભ્ય સચિવ આચાર્ય 7 ગીરીશભાઇ જી. સતાસિયા - તજજ્ઞ તાલીમનો પ્રથમ દિન તા. 07/01/2013 (દિવસનું સેશન) તાલીમના પ્રથમ દિવસે તમામ તાલીમાર્થીઓ તથા તજજ્ઞશ્રી ગીરીશભાઇ જી. સતાસીયાનું સવારે 10/45 કલાક થી 11/00 કલાક દરમિયાન શાળામાં આગમન થયું હતું. ત્યારબાદ તમામ SMC ના તાલીમાર્થી સભ્યો તથા તજજ્ઞશ્રીએ શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. તજજ્ઞશ્રીએ તમામ તાલીમાર્થીઓને શાળાના પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતવાર સમજૂતિ આપી હતી. પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન SMCના ઉપાધ્યક્ષ અને તાલીમાર્થી શ્રી અલ્પેશભાઇ એચ. પરમારે વિદ્યાર્થીનીનું ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ SMCના અધ્યક્ષ શ્રીમતી મીનાબેન અભાણીએ પણ વિદ્યાર્થીઓ સાથે સરસ વાતચીત કરી હતી. જે ઉપરોક્ત તસ્વીરો દ્વારા જાણી શકાય છે. ત્યારબાદ 11/20 કલાકે તમામ તાલીમાર્થીઓને શાળાના મધ્યાહ્ન ભોજનના રસોડાની મૂલાકાત લેવરાવવામાં આવી હતી. જે દરમિયાન તમામ તાલીમાર્થીઓએ રસોડાની કામગીરીનો અભ્યાસ કર્યો હતો. મધ્યાહ્ન ભોજનના સંચાલક કમ કૂક શ્રી પ્રેમજીભાઇ રાબડીયાએ તથા તજજ્ઞશ્રી ગીરીશભાઇ સતાસીયાએ તમામ તાલીમાર્થીઓને મધ્યાહ્ન ભોજનના મેનુ વિશે માહિતી આપી હતી, તેમજ રસોડામાં વપરાતા અનાજ તથા અન્ય ખાદ્ય પદાર્થોનો પણ ટેસ્ટ કરાવ્યો હતો ઉપરાંત મધ્યાહ્ન ભોજનના રસોડામાં કામ કરતાં અન્ય કર્મચારીઓનો પરિચય તેમજ તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતાં.
ત્યારબાદ તમામ તાલીમાર્થીઓને શાળાના પર્યાવરણથી માહિતગાર કરાવવામાં આવ્યા હતાં. જેમા શાળાનું મેદાન, લોબી, શાળા બાગ, શૌચાલયો તથા સેનીટેશન અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી તજજ્ઞશ્રી તમામ તાલીમાર્થીઓને આપી હતી. ત્યારબાદ બપોરે 12/30 કલાકે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ માટે ભોજનનો વિરામ પડતા, તમામ તાલીમાર્થીઓએ મધ્યાહ્ન ભોજન લેતી તમામ બાળાઓની પણ મૂલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ બાળાઓને તેમના સ્વાદ, ઋચી, પસંદ બાબતે પ્રશ્નો પણ કર્યા હતાં. તમામ તાલીમાર્થીઓએ પણ ભોજન ચાખ્યું હતું. અને ભોજનની ક્વોલીટી અંગે મધ્યાહ્ન ભોજનના સંચાલકશ્રી પ્રેમજીભાઇ રાબડીયા સાથે ચર્ચા કરી હતી.
ત્યારબાદ બપોરે 01/00 કલાકે દરેક તાલીમાર્થીઓને ભોજન માટે 1 કલાકનો વિશ્રામ આપવામાં આવ્યો હતો. ભોજનના વિશ્રામ બાદ બપોરે 01/30 કલાકે તમામ તાલીમાર્થીઓને શાળાના તમામ વર્ગખંડોની મૂલાકાત લેવરાવવામાં આવી હતી. તાલીમાર્થીઓ પ્રજ્ઞા અભીગમથી ખૂબજ પ્રભાવીત થયા હતાં. તેઓએ શાળામાં શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકોની પણ મુલાકાત લીધી હતી. અને તેમને પડતી મુશ્કેલીઓ વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી હતી. તેઓએ વિદ્યાર્થીઓને પણ તેના શિક્ષણ કાર્યથી તેઓ સંતુષ્ઠ છે કે કેમ તે જાણકારી મેળવવાની કોશીષ કરી હતી. શાળા શિક્ષણમાં ઉપયોગી એવી સ્વાધ્યાય પોથી, વિજ્ઞાન પ્રયોગ પોથી, નક્શાપોથી તથા પ્રોજેક્ટ વર્કનું પણ તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું, અંતે તેઓએ શાળાના શિક્ષણની ગુણવત્તા બાબતે પણ શાળાના આચાર્ય સાથે વિશદ ચર્ચા કરી હતી.
ત્યારબાદ તાલીમાર્થીઓને શાળાની કૉમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા તથા વાંચનાલયની પણ મૂલાકાત લેવરાવવામાં આવી હતી, અને તેના તમામ રેકર્ડથી તેઓને પરિચિત કરાવવામાં આવ્યા હતાં. તેઓને શાળા સમય દરમિયાન દૂરવર્તી શિક્ષણ અંગે પણ સમજ આપવામાં આવી હતી. તેઓને શાળામાં પ્રાપ્ય ટેલીવિઝન અને KU બેન્ડ ધરાવતી ડીશ એન્ટેના વીશે પણ માહીતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ તાલીમાર્થીઓને ગત વર્ષે કરાવવામાં આવેલ શાળા રીપેરીંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિશેષ જરૂરીયાત વાળા બાળકોના શિક્ષણ અંગે પણ કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, સાથે સાથે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. અંતે તમામ તાલીમાર્થીઓને SMCના તમામ નાણાકીય વ્યવહારોથી પરિચિત કરાવવામાં આવ્યા હતાં. તેઓને શાળાનું તમામ વહીવટી રેકોર્ડ બતાવવામાં આવ્યું હતું. તેઓને ગત વર્ષની કેટલી ગ્રાન્ટ બચત બાકી છે તથા ચાલુ વર્ષે કેટલી ગ્રાન્ટ મળી તે વિશે વિગતે માહિતી આપવામાં આવી અને તેમાંથી કેટલી ગ્રાન્ટનો ક્યા અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો તે પણ બતાવવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ બપોરે 04/30 કલાકે તમામ તાલીમાર્થીઓને શાળાના કૉમ્પ્યુટર રૂમમાં બેસાડવામાં આવ્યા હતાં અને તેઓને આ તાલીમના હેતુઓથી પરિચીત કરવવામાં આવ્યા હતાં. સાંજે 05/00 કલાકે શાળા છુટતા તેઓને પણ રજા આપવામાં આવી હતીં. અને રાત્રી સેશન માટે શાળાએ હાજર રહેવા જણાવાયું હતું. તાલીમનો પ્રથમ દિન તા. 07/01/2013 (રાત્રી સેશન) આજરોજ તાલીમના પ્રથમ દિને રાત્રી સેશન રાત્રે 08/00 થી 09/30 કલાક દરમિયાન ગોઠવવામાં આવ્યું હતું. જેમા કેમ્પફાયર સળગાવવામાં આવેલો હતો, અને તમામ તાલીમાર્થીઓએ તેની આજુબાજુ ગોઠવાઇને ખુબજ આનંદમય વાતાવરણમાં રાત્રી સેશનની તાલીમ લીધી હતી. આ સેશનમાં પ્રથમ અડધી કલાક દરમિયાન બાળકોની લાંબી ગેરહાજરી અંગે તેના કારણો તથા બાળકોની લાંબી ગેરહાજરી નીવારવાના ઉપાયોની વિશદ ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ બીજા અડધી કલાકમાં બાળકોમાં ડ્રોપ-આઉટ ના વધતા દરના કારણો તથા તેને નીવારવાના ઉપાયો વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. અંતે છેલ્લા અડધા કલાકમાં શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે શાળાએ કરેલા આયોજન વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. અને અંતે રાત્રે 09/30 કલાકે તમામ તાલીમાર્થીઓ છુટા પડ્યા હતાં.
તાલીમનો બીજો દિન તા. 08/01/2013 તાલીમના બીજા દિવસે તમામ તાલીમાર્થીઓ સમયસર શાળાએ પહોંચી ગયા હતાં, અને તાલીમનો પ્રારંભ સવારે 11/00 કલાકે પ્રાર્થનાથી થયો હતો. 11/20 કલાકે પ્રાર્થના કાર્યક્રમ પૂર્ણ થતાં તજજ્ઞશ્રી, ગીરીશભાઇ જી. સતાસિયાએ ભારત સરકારના ક્રાંતિકારી કાયદા RTE – 2009 વિશે તમામ તાલીમાર્થીઓને સમજૂતિ આપી હતી. જેમાં તેઓએ RTE – 2009 અંતર્ગત જોગવાઇઓ તરફ તાલીમાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. તથા SMCની રચના પણ RTE – 2009 અંતર્ગતજ કરવામાં આવી છે. તે બાબતે પણ સમજણ આપી હતી. ત્યારબાદ 12/00 કલાક થી 01/20 કલાકના સેશનમાં શાળાના આચાર્ય તથા SMCમાં સભ્ય સચિવ એવા શ્રી હિમાંશુભાઇ છાટબારે SMCની રચના વિશે સમજ આપી, તેમાં વાલીઓનું પ્રમાણ (જાતી, ધર્મ તથા લીંગના આધારે) RTE – 2009 અનુસાર કેટલું હોવુ જોઇએ અને તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે વિશે વિષદ સમજ આપી હતી, ત્યારબાદ SMCના કાર્યો તેમ SMCની ફરજો અંગે પણ તાલીમાર્થીઓને સુપેરે માહિતગાર કર્યા હતાં.
બપોરે 01/20 કલાકે તમામ તાલીમાર્થીઓને ભોજન માટે 25 મીનીટનો વિશ્રામ અપાયો હતો. બપોરે 01/45 કલાક થી 02/15 કલાકના સેશનમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા તથા તેમની ફરજો વિશે વિશેષ સમજૂતિ તમામ તાલીમાર્થીઓને તજજ્ઞશ્રી દ્વારા આપવામાં આવી હતી. 02/15 થી 03/15ના સેશનમાં તમામ તાલીમાર્થીઓએ તથા શાળાના આચાર્ય તથા SMCમાં સભ્ય સચિવ એવા શ્રી હિમાંશુભાઇ છાટબારે તજજ્ઞશ્રી સાથે આગળના દિવસે કરેલા શાળાના દૈનિક કાર્યક્રમોના મોનિટરીંગના આધારે દૈનિક કાર્યક્રમોની સમિક્ષા કરી હતી. જેમાં SMCના સભ્ય તાલીમાર્થીઓ પાસેથી કેટલાક રચનાત્મક સુજાવો પ્રાપ્ત થયા હતાં અને શાળામાં લોકભાગીદારી વધે તેવા પ્રયત્નો પણ શરૂ થયા હતાં. શાળામાં શિક્ષણકાર્ય અને મધ્યાહ્મ ભોજન તેમજ બીન શૈક્ષણિક કાર્યક્રમોમાં ગુણવત્તામાં સુધાર થાય તે હેતુંથી પણ ચિંતન થયું હતું. 03/15 થી 04/00 કલાક ના સેશનમાં શાળા વિકાસ યોજના અંગે પણ ખાસી વિચારણા કરવામાં આવી હતી. અને શાળા વ્યવસ્થાપન સમિતિના તાલીમાર્થી સભ્યોને શાળા વિકાસ યોજનાની પરિકલ્પના સમજાવવામાં આવી હતી. અને તમામ તાલીમાર્થીઓ એકમત થઇને હવે પછી શાળા માટે એક અસરકારક શાળા વિકાસ યોજનાના નિર્માણ માટે સમય ફાળવવા તૈયાર થયા હતાં.
04/00 થી 05/15 કલાકના સેશનમાં SMCને સરકારશ્રી તરફથી તેમજ સર્વશિક્ષા અભિયાન તરફથી આપવામાં આવતી વિવિધ પ્રકારની ગ્રાન્ટો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ગ્રાન્ટોનો કઇ રીતે અને ક્યા હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે તેની પણ માહિતી તમામ તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને શાળામાં ક્યા પ્રકારના હિસાબી અને નાણાકીય રેકોર્ડ નીભાવવામાં આવે છે અને કઇ રીતે નીભાવવામાં આવે છે તે પણ બતાવવામાં આવ્યું હતું. છેલ્લા સેશનમાં તમામ તાલીમાર્થીઓને બાયોમેટ્રિક એટેન્ડન્સ અને કૉમ્પ્યુટર એડેડ લર્નિંગ સિસ્ટમ (BACALS) વિશે પણ ટૂંકમાં માહીતી આપવામાં આવી હતી. છેલ્લે તમામ તાલીમાર્થીઓને તાલીમ વીશેના અભિપ્રાયો જણાવવા માટે કહેવામાં આવ્યુ ત્યારે તમામ તાલીમાર્થીઓએ પોતે આ તાલીમથી ઘણુ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું અને પોતાને સમાજમાં રહીને બાળકોના હિત માટે અને સમાજના હિત માટે કાર્ય કરવાનો સુંદર મોકો મળ્યો હોવાનું પ્રતિત થયું હોય તેવું જણાવ્યું હતું.

Thursday, December 20, 2012

મતદાર-મતદાન જાગૂતિ રેલી

 જાગો મતદાર.......જાગો





લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ
એટલે ચૂંટણી











જયારે સમય આવ્યો છે આપના પ્રતિનિધીને
ચૂંટી કાઢવાનો ત્યારે,

આપની નિંદ્રા, આળસ અને બેદરકારી દૂર કરી
આપના સાચા જનપ્રતિનિધીને  પસંદ કરો.


 
  


દાદા આજે મંદિરે જતા પહેલા
મતદાન કરવાનું ભૂલશનહિ.





સાહેબ, અમે મતદાન ન   કરી શકીએ ?




 ટીચર મને બોર્ડમાં લખાયેલું કશું વંચાતું નથી.



 સ   દ  ગ   ફ    18
 હ    દ   ત  હ    14
ફ    ગ   ત  ભ   10
હ   સ     ક   ય   8


શું સાહેબ મારે ચશ્મા પહેરવા પડશે ?

સી.એચ.સી., બગસરા દ્વારા 

બાળકોની આંખોની તપાસ કરતા

તબીબશ્રી

Monday, November 5, 2012









Friday, October 5, 2012

જાતિય અસમાનતા આ વળી કઈ                                                                                                               બલાનું નામ છે  ?



 

જાતિય સમાનતા વિકની ઉજવણી દરમિયાન

બાળકો દ્વારા થયેલિ પ્રવતિઓ...




 સમાજ જાગ્રુતિ રેલી

                                                              તિથિ ભોજન......................4/10/12

                  બાળકોને આગ્રહ કરી જમાડતા શંભુભાઇ રીબડિયા



શાળાના ટિચર હંસાબહેન દ્વારા તિથી ભોજન અપાતા બાળકો આનંદિત નજરે પડે છે.
શાળા પોતાના પરિવારના જ સભ્યનો આભાર માને છે.


આજે તો મોસાળે જમણ અને મા પીરસનારનો અનુભવ થયો.